અમદાવાદ કોર્પોરેશનના બોર્ડમાં કોંગ્રેસનો હોબાળો, ભાજપ પર લગાવ્યા આ આક્ષેપ

અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં એક તરફ ભારે હોબાળો થયો તો બીજી તરફ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી બેન કેસરીએ ભાજપના કોર્પોરેટર પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા.

અમદાવાદ કોર્પોરેશનમાં(AMC)ઢોર પાર્ટીના ઈન્સ્પેક્ટરે માંગેલી લાંચના(Bribe)મામલાની ગુંજ એએમસીની સામાન્ય સભામાં જોવા મળી હતી. જેમાં ઢોર પાર્ટીના પોલીસ ઈન્સ્પેક્ટરે લીધેલી લાંચની રકમ ભાજપના હોદ્દેદારો સુધી પહોંચતી હોય તે પ્રકારના ગંભીર આક્ષેપ પૂર્વ વિપક્ષના નેતા કમળા બેન ચાવડા દ્વારા કરવામાં આવ્યા હતા.

એટલું જ નહીં અગાઉ કોર્પોરેશનના ઢોરવાડામાંથી 90 જેટલી ગાયો ગાયબ થઈ હતી તેનો પત્તો વર્ષો વિત્યા છતાં હજુ સુધી મળ્યો નથી, આ મામલે હજુ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી આ ગંભીર આક્ષેપ પણ લગાવવામાં આવ્યો. તો કોર્પોરેશનની સામાન્ય સભામાં એક તરફ ભારે હોબાળો થયો તો બીજી તરફ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી બેન કેસરીએ ભાજપના કોર્પોરેટર પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં(Ahmedabad)રસ્તા પર રખડતા ઢોર(Cattele) ન પકડવા અને કેસ ન કરવા બાબતે ચાલતા કૌભાંડનો(Scam) પર્દાફાશ થયો હતો. કોર્પોરેશનની ઢોર પાર્ટીના પીઆઈ ઢોર ન પકડવા અને કેસ ન કરવા લાંચ માગતા ઝડપાયા હતા. તેમણે હપ્તા તરીકે 10 હજાર અને દિવાળી બોનસ(Diwali Bonus)તરીકે 10 હજાર માગ્યા હતા. ACBને ફરિયાદ મળી હતી કે દર મહિને ગાયો ન પકડવા અને છોડવાને લઇ અધિકારીઓ લાખો રૂપિયાના હપ્તા વસૂલે છે.

આવી ફરિયાદના આધારે ગુજરાત એસીબીની ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રખડતા ઢોર વિભાગમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એફ.એમ. કુરેશીને રૂ. 10 હજારની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડ્યા હતા. એસીબીએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઈનવન હોટલની અગાશી ઉપર ટ્રેપ ગોઠવીને પીઆઇ કુરેશીને લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો : પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવા માગ, શું છે પોલીસકર્મીઓની માંગણી?

આ પણ વાંચો : Surat: મોદી સમાજના માનહાની કેસમાં રાહુલ ગાંધીને ફરી 29 ઓક્ટોબરે સુરત કોર્ટમાં હાજર રહેવા આદેશ

Click on your DTH Provider to Add TV9 Gujarati