
ગાંધીનગરની ગિફ્ટ સિટી ક્લબમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA)ની નેશનલ કોન્ફરન્સ દરમિયાન અમદાવાદના બે જાણીતા CA વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોની હાજરીમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ CA બ્રાન્ચના પૂર્વ હોદ્દેદાર બિશન રમેશચંદ્ર શાહ અને CA સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય પુરુષોત્તમ ખંડેલવાલ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. બાદમાં બોલાચાલી ઉગ્ર બનતા બંને વચ્ચે મારામારી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈને બિશન શાહે ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનમાં પુરુષોત્તમ ખંડેલવાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં અગાઉની અદાવતને લઈને મારામારી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, CA સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણી દરમિયાન મદદ ન કરવા બાબતે બંને વચ્ચે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો. આ જૂની અદાવતના કારણે ગિફ્ટ સિટી ક્લબમાં ફરીથી બબાલ થઈ હોવાનો આક્ષેપ છે.
Gandhinagar GIFT City: Two Chartered Accountants Clash Over Election Dispute | Gujarat | TV9Gujarati#Gandhinagar #GIFTcity #GujaratNews #CAGujarat #CharteredAccountant #Gujarat #TV9Gujarati pic.twitter.com/Yps2P4fznO
— Tv9 Gujarati (@tv9gujarati) August 21, 2026
બિશન શાહે એવો પણ આક્ષેપ કર્યો છે કે પુરુષોત્તમ ખંડેલવાલે તેમને ફરીથી જોઈ લેવાની તેમજ માર મારવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ડભોડા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મારામારી પાછળનું ચોક્કસ કારણ, બંને પક્ષોની ભૂમિકા અને ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
પ્લેટફોર્મ પર પાર્ક રહેલી ટ્રેનોના દરવાજા અને બારીઓમાં કેમ લોક હોય છે ? તમને આ રેલવે નિયમ ખબર નહીં હોય