Alcohol Permit : હવે પરમિટ વગર પણ દારૂ મળશે, ગિફ્ટ સિટીમાં મળેલી છૂટછાટ કોને લાગુ પડશે ? જુઓ Video

ગાંધીનગરના GIFT City માં દારૂબંધીના નિયમોમાં મોટો ફેરફાર થયો છે. હવે ગુજરાત બહારના અને વિદેશી નાગરિકો પરમિટ વગર નિર્ધારિત સ્થળોએ દારૂનું સેવન કરી શકશે. GIFT City ને વૈશ્વિક હબ બનાવવા સરકારે લીધેલું આ પગલું, વ્યવસાયિક માહોલને પ્રોત્સાહન આપવા માટે છે.

Alcohol Permit : હવે પરમિટ વગર પણ દારૂ મળશે, ગિફ્ટ સિટીમાં મળેલી છૂટછાટ કોને લાગુ પડશે ? જુઓ Video
| Edited By: | Updated on: Dec 23, 2025 | 4:43 PM

દારૂબંધી રાજ્ય ગુજરાતમાં દારૂ ફરી એકવાર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રોજેરોજ દારૂ ઘુસાડવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં એક એવી જગ્યા છે જ્યાં દારૂનું સેવન ગુનો નહીં પરંતુ કાયદેસર ગણાશે. ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે GIFT Cityમાં દારૂ પીવા સંબંધિત નિયમોમાં સરકારે મોટો ફેરફાર કર્યો છે, જેને લઇ હાલ વ્યાપક ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં GIFT City માટે દારૂના નિયમોમાં મોટી છૂટછાટ આપવામાં આવી છે. અગાઉ પરમિટ આધારિત વ્યવસ્થા હતી, પરંતુ હવે નવા નોટિફિકેશન મુજબ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિકો પરમિટ વગર પણ દારૂનું સેવન કરી શકશે. આ નિર્ણય GIFT Cityને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ બનાવવાની દિશામાં સરકારનું વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

સરકારે દારૂના સેવન સાથે જોડાયેલા Alcohol Consumption Rulesને વધુ સરળ બનાવ્યા છે. હવે GIFT Cityની અંદર આવેલી ડિઝિગ્નેટેડ હોટલ્સ અને રેસ્ટોરાંમાં દારૂ પીવા માટે અગાઉ જેવી પરમિટ લેવાની ફરજ રહેશે નહીં. ખાસ કરીને જે લોકો ગુજરાતના રહેવાસી નથી, તેઓને માત્ર માન્ય ફોટો ઓળખપત્ર રજૂ કરીને દારૂ પીવાની મંજૂરી મળશે.

 

ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, અન્ય રાજ્યના નાગરિકો અને વિદેશી મહેમાનો માટે દારૂ પીવાની છૂટછાટ વધારવામાં આવી છે. આ નિર્ણય 30 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરાયેલી છૂટછાટને વધુ વિસ્તૃત કરતો છે, જેથી GIFT Cityમાં આવનારા રોકાણકારો અને વિદેશી મહેમાનોને અનુકૂળ વાતાવરણ મળી શકે.

નવી માર્ગદર્શિકા મુજબ, પરમિટ ધરાવતા કર્મચારીઓ હવે એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે. આ ઉપરાંત સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરમિટ વગરના લોકો પણ નિર્ધારિત ફૂડ એન્ડ બેવરેજ વિસ્તારોમાં ભોજન માટે નિઃશંકા રીતે પ્રવેશ કરી શકશે. સરકારના આ નિર્ણયથી GIFT Cityમાં વ્યવસાયિક અને આંતરરાષ્ટ્રીય માહોલને વધુ પ્રોત્સાહન મળવાની શક્યતા છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

Published On - 4:42 pm, Tue, 23 December 25