Gandhinagar: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 માર્ચે આવશે ગુજરાત, કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત

|

Mar 22, 2022 | 11:53 AM

ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ કેન્દ્રીય પ્રધાનોનો ગુજરાત પ્રવાસ પણ ચાલુ થઇ ગયો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે.

Gandhinagar: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 માર્ચે આવશે ગુજરાત, કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત
Amit Shah (File Image)

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (AMIT SHAH) 26 માર્ચે ગુજરાત આવશે. તેઓ પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત પ્રવાસ (Gujarat visit) દરમિયાન અમિત શાહ પોતાના સંસદ વિસ્તાર કલોલમાં (Kalol) જનસભાને સંબોધન કરે તેવી શક્યતા છે. આ સાથે જ ગાંધીનગર જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લો બનાવવા અને ગ્રામ વિકાસ માટે સંરપંચો સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજી શકે છે.

ગુજરાતની વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ કેન્દ્રીય પ્રધાનોનો ગુજરાત પ્રવાસ પણ ચાલુ થઇ ગયો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ 26 માર્ચે પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. કલોલમાં તેઓ 1કરોડના ખર્ચે તૈયાર થનારા સરદાર બાગના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ખાત મુહુર્ત અને 18 કરોડના ખર્ચે તૈયાર થનારા રેલવે પૂર્વ બ્રિજનાં ખાત મુહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ કલોલ તાલુકામાં એક વિશાળ જનસભાને પણ સંબોધન કરશે.

અમિત શાહ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજશે. ગાંધીનગર જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટે જિલ્લાના ગામોના સરપંચોનો અભિપ્રાય મેળવશે. ગામોનો વિકાસ કેવી રીતે જિલ્લા માટે મહત્વનો ભાગ ભજવી શકશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારોનો મત મેળવવા સંબંધિત મુદ્દાઓ પર પણ ધ્યાન આપવા બાબતે તૈયારીઓ થવાની સંભાવના છે. હાલ આ મુલાકાત 2022 વિધાનસભાની ચૂંટણી માટે કલોલ તાલુકા માટે મહત્વ ની સાબિત થઈ શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પહેલા 13 માર્ચે તાપીમાં દેશના પ્રથમ ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પશુપાલકોને સંબોધન કર્યુ હતું. પશુપાલકોનો વિકાસ થાય તે હેતુથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન પણ અમિત શાહ ગુજરાત આવ્યા હતા. આમ વારંવારની અમિત શાહની ગુજરાત મુલાકાત જાણે ચૂંટણી પહેલાની તૈયારીઓની સૂચક બની રહી છે.
આ પણ વાંચો-

LPG Gas Cylinder : આમ આદમીને મોંઘવારીનો વધુ એક ફટકો, પેટ્રોલ – ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો, જાણો નવી કિંમત

આ પણ વાંચો-

દેશના કુલ 128 મહાનુભાવોને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડથી સન્માન, ગુજરાતના આ મહાનુભાવોનો સમાવેશ

Next Article