Gandhinagar: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લેકાવાડામાં નવા GTU સંકુલનું કર્યુ ભૂમિપૂજન

|

Sep 27, 2022 | 7:49 PM

Gandhinagar: લેકાવાડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવા GTU સંકુલનું ભૂમિપૂજન કર્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, જગદિશ વિશ્વકર્મા અને રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gandhinagar: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લેકાવાડામાં નવા GTU સંકુલનું કર્યુ ભૂમિપૂજન
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

Follow us on

બે દિવસના ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અમિત શાહે તેમના પ્રવાસના બીજા દિવસે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી.  ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU)ના નવા સંકુલના ભૂમિપૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે  GTUના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યુ હતુ. ગાંધીનગર નજીક લેકાવાડામાં GTUનું નવુ સંકુલ બનવાનું છે. 100 એકર જમીનમાં 275 કરોડના ખર્ચે આ નવુ સંકુલ તૈયાર થશે. જેમાં સંપૂર્ણ ગ્રીન થીમ પર સોલાર પેનલ સાથે આ બિલ્ડિંગ તૈયાર થશે. જેમાં 5000થી વધુ વૃક્ષો ઉગાડવામાં આવશે. 2000 સ્કવેર મીટર જમીનમાં ઔષધિ વૃક્ષો ઉગાડવામાં આવશે. નવુ સંકુલ તૈયાર થયા બાદ હાલના હેડક્વાર્ટરને નવા સંકુલમાં ખસેડવામાં આવશે.

GTUના ભૂમિ પૂજન કાર્યક્રમમાં અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યુ કે તમે જેને GTU કહો છો તેને હું બાળકોનું ભવિષ્ય કહુ છુ. આ તકે તેમણે 100 એકર જમીન GTU માટે આપવા માટે રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ કે નવા નિર્માણ પામનાર સંકુલમાં માત્ર 14 ટકા વિસ્તારમાં જ બાંધકામ કરવામાં આવશે, જ્યારે 84 ટકા વિસ્તાર ખુલ્લો રાખવામાં આવશે, જેમાં 5000થી વધુ વૃક્ષો ઉગાડવામાં આવશે.

આજે દેશ ઈકોનોમીમાં  ઈંગલેન્ડને પણ પાછળ છોડી 5માં નંબરે પહોંચી ગયો છે-શાહ

વધુમાં અમિત શાહે જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે ટેકનોલોજી વગર દેશનું ભવિષ્ય નથી. મોદીજીએ ટેકનોલોજીના માધ્યમથી જીવનસ્તર ઊંચું લાવવાનો પ્રયત્ન કર્યો. છેલ્લા 15 વર્ષમાં જ GTU રેન્કિંગમા પ્રથમ સ્થાને આવી ગયુ છે. શાહે જણાવ્યુ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે દેશ ઈકોનોમીમાં 11માં સ્થાને હતો. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી 11માં સ્થાને છોડીને ગયા હતા. એ પછીના 10 વર્ષ પણ ભારત ઈકોનોમીમાં 11માં સ્થાને જ રહ્યો. કોંગ્રેસે 10 વર્ષમાં સારુ કામ એ કર્યુ કે 11માંથી 15માં સ્થાને ના લઈ ગયા. શાહે ઉમેર્યુ કે મોદીજીના 8 વર્ષના શાસનમાં ભારત ઈકોનોમીમાં 11માં સ્થાનેથી 5મા સ્થાને પહોંચ્યુ છે. આપણે 5મા નંબરે રહેલ ઈંગ્લેન્ડને પણ આપણાથી પાછળ રાખી દીધુ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અમિત શાહે કહ્યું ગુજરાતમાં 4 લાખ વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો અભ્યાસ કરે છે. તેમણે કહ્યું યુવાનો નવી શિક્ષણનીતિનો અભ્યાસ કરે, નવી શિક્ષણ નીતિ પુસ્તકાલય છે. જૂની જ્ઞાન પરંપરા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય નવી શિક્ષણનીતિમાં છે. તેમણે કહ્યું અત્યાર સુધી આપણે અંગ્રેજોની પ્રણાલી મુજબનો અભ્યાસ કરતા હતા. હવે વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ક્રેડિટની વ્યવસ્થા કરાઈ છે. કોમન યુનિવર્સિટી એન્ટ્રરન્સ હવે 13 ભાષામાં લેવાય છે. મોદી સરકારમાં ‘સ્ટડી ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ ચાલે છે. દોઢ લાખ વિદેશી વિદ્યાર્થીઓ આજે ભારતમાં અભ્યાસ કરે છે.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- ગાંધીનગર

Next Article