ગૃહપ્રધાન અમિત શાહે સપરિવાર માણસામાં કુળદેવી બહુચરાજીના પૂજન-અર્ચન કર્યા

| Edited By: | Updated on: Oct 08, 2021 | 11:00 PM

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન અને આરતીમાં સપરિવાર ભાગ લીધો.

GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. આજે 8 ઓક્ટોબરે દિવસભર તેમણે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યા બાદ સાંજે તેઓ માણસા પહોચ્યા હતા જ્યાં તેમણે આજે બીજા નોરતે પરિવાર સાથે કુળદેવી બહુચરાજી માતાના પૂજન-અર્ચન કર્યા.અમિત શાહે અને તેમના પુત્ર જય શાહે પરિવાર સાથે માતાજીની આરતીમાં ભાગ લીધો હતો.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન અને આરતીમાં સપરિવાર ભાગ લીધો. ગૃપ્રધાન અમિત શાહને માણસાના બહુચર માતા પર અપાર શ્રદ્ધા છે. આ જ કારણે તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન સહપરિવાર માતાજીના દર્શન અને આરતી કરવા માટે આવે છે.

ગૃહપ્રધાન અમિત શાહને પોતાની રાજકીય કારકિર્દી શરૂ થયા પહેલાથી જ માણસાના આ મંદિર પર ખૂબ આસ્થા છે. આથી જ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહ મંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી બન્યા બાદ પણ તેઓ આ નવરાત્રીએ માતાજીના દર્શને આવી રહ્યા છે. અમિત શાહના પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમિત શાહે કહ્યું પીએમ મોદીએ તેમના કાર્યકાળના 20 વર્ષ દરમિયાન કોઈ રજા લીધી નથી

આ પણ વાંચો : પાનસરમાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, કોંગ્રેસે જે 70 વર્ષમાં નથી કર્યું એ PM MODIએ 7 વર્ષમાં કર્યું છે

Published on: Oct 08, 2021 10:46 PM