GANDHINAGAR : રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો

|

Aug 16, 2021 | 3:03 PM

ખેડૂતોને મળતી વીજળીમાં એક કરોડ યુનિટનો વધારો થયો છે. ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે રોજ 8 ના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે.

GANDHINAGAR : રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટે ખેડૂતોને 10.3 કરોડ યુનિટ વીજળીનું વિતરણ કરવામાં આવ્યું છે..રાજ્યના ખેડૂતોને અગાઉ દૈનિક 9.3 કરોડ યુનિટ વીજળી મળતી હતી.આમ, ખેડૂતોને મળતી વીજળીમાં એક કરોડ યુનિટનો વધારો થયો છે. ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે રોજ 8 ના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં ખેડૂતોને સરેરાશ 6 થી 7 કરોડ યુનિટ વીજળીનો ખેતીવાડી ક્ષેત્રે વપરાશ થયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આવનારા ત્રણ-ચાર દિવસોમાં નોંધપાત્ર વરસાદની આગાહી

Next Video