Gandhinagar: દરિયાઈ માર્ગે થતી નશીલા પદાર્થોની ઘૂસણખોરી સહિત રાષ્ટ્ર-રાજ્ય વિરોધી ગતિવિધિઓ રોકવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ

|

Mar 27, 2023 | 11:36 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પ્રથમવાર યોજાઇ રહેલી ઇન્ટરનલ સિક્યુરિટી, કોસ્ટલ સિક્યુરિટી રિવ્યુ અને પર્સપેક્ટિવની એક દિવસીય સંયુકત પરિષદના સમાપન અવસરે સંબોધન  કર્યું હતું.

Gandhinagar: દરિયાઈ માર્ગે થતી નશીલા પદાર્થોની ઘૂસણખોરી સહિત રાષ્ટ્ર-રાજ્ય વિરોધી ગતિવિધિઓ રોકવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ

Follow us on

ગાંધીનગર ખાતે કોસ્ટલ સિક્યુરિટી-ઈન્ટરનલ સિક્યુરિટી રિવ્યુ એન્ડ પર્સપેક્ટિવ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે દરિયાઈ વિસ્તારોના પોલીસ-કલેકટર તંત્ર- મહેસુલ તંત્ર-ફિશરીઝ અને અન્ય સંલગ્ન વિભાગોની સંયુકત પરિષદ રાજ્યમાં પ્રથમવાર યોજાઈ હતી. આ પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમાજ વિરોધી રાષ્ટ્ર-રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓનું સ્વરૂપ રોજેરોજ બદલાતું રહે છે તેની સામે રાજ્યનું પોલીસ દળ સંપૂર્ણ સજગતા-સજ્જતાથી કાર્યરત રહ્યું છે.

ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ અને પરસ્પર સંકલનથી કોસ્ટલ સિક્યુરિટી વ્યવસ્થા વધુ સંગીન બનાવવા રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને સંબંધિત તંત્રોને અદ્યતન સાધનો પૂરા પાડવાની નેમ વ્યક્ત કરી હતી. ડ્રગ્સ ઘૂસણખોરી સહિતની કોઈપણ રાષ્ટ્ર-રાજ્ય વિરોધી ગતિવિધિ ધ્યાને આવે કે તરત ઉગતી જ ડામી દેવા કડક કાર્યવાહીના દિશાનિર્દેશો પણ આપવામાં આવ્યા હતા.

રાષ્ટ્રની સુરક્ષામાં ગુજરાતની દરિયાઈ સીમા સુરક્ષા મહત્વપૂર્ણ ભૂમિકા: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એ.ટી.એસ વચ્ચેના સુદ્રઢ સંકલન થકી રાજ્યની સરહદેથી ડ્રગ્સ પકડવામાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં દરિયાઇ માર્ગેથી થતી માદક દ્રવ્યોની ઘુસણખોરી સહિત રાષ્ટ્ર-રાજ્ય વિરોધી ગતિવિધિઓને રોકવાની રાજ્ય સરકારની સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, આવી સમાજ વિરોધી પ્રવૃત્તિઓનું રૂપ રોજેરોજ બદલાતું રહે છે પરંતુ તેની સામે સંપૂર્ણ સજાગતા સાથે ગુજરાતનું પોલીસદળ, કોસ્ટલ સિક્યુરિટી માટે સજ્જ છે તેને વિવિધ વિભાગોના પરસ્પર સંકલનથી વધુ સંગીન અને સુદ્રઢ બનાવ્યું છે.

આ  પણ વાંચો: Gandhinagar: જેલમાં ચાલેલા સર્ચ ઓપરેશનનો રિપોર્ટ CM ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પ્રથમવાર યોજાઇ રહેલી ઇન્ટરનલ સિક્યુરિટી, કોસ્ટલ સિક્યુરિટી રિવ્યુ અને પર્સપેક્ટિવની એક દિવસીય સંયુકત પરિષદના સમાપન અવસરે સંબોધન  કર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં યોજાયેલી આ સંયુકત પરિષદમાં રાજ્યના દરિયાઇ વિસ્તારના જિલ્લાઓના પોલીસ અધિક્ષક, કલેકટર,ફિશરીઝ અને રેવન્યુના અધિકારીઓ તેમજ એ.ટી.એસ મરિન પોલીસ કમાન્ડોના અધિકારીઓએ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ સ્ટ્રેટેજિક વિષયોની ચર્ચા-મંથન કર્યા હતા.

મુખ્યમંત્રીએ આ પરિષદનું સમાપન કરાવતાં કહ્યું હતું કે, રાજ્યના યુવાધનને નશાખોરી-માદક દ્રવ્યોને રવાડે ચડાવનારા તત્વો સામે પોલીસદળે ઝૂંબેશ આદરી છે તેના ખૂબ સારા પરિણામો મળ્યા છે. ‘‘આપણે દરિયાઇ સુરક્ષાને પણ એટલી જ અહેમિયત આપી 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાને આવી નાપાક ગતિવિધિઓથી પોલીસની સતર્કતાથી સુરક્ષિત રાખીને રાષ્ટ્રની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીએ છીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોસ્ટલ સિક્યુરિટી અને ઇન્ટરનલ સિક્યુરિટી માટે સંબંધિત વિભાગો વચ્ચે પરસ્પર સંકલન વધુ સુદ્રઢ કરવા સાથે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગની પણ હિમાયત કરી હતી. તેમણે પોલીસ દળને રાજ્ય-રાષ્ટ્રની દરિયાઇ સુરક્ષા-આંતરિક સલામતી માટે અદ્યતન સાધન સામગ્રી પણ જરૂરિયાત મુજબ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવાની નેમ આ તકે વ્યકત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની એ.ટી.એસ ના અધિકારીઓએ તાજેતરમાં એક વિદેશી બોટ દ્વારા એમ.ડી ડ્રગ્સની મોટા પાયે થતી ઘૂસણખોરી પકડી પાડી તે માટે અધિકારીઓનું પ્રસંશાપત્રથી ગૌરવ સન્માન પણ કર્યુ હતું. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, જે કાંઇ સારું કામ થાય છે તે દિપી ઉઠે છે અને તાજેતરમાં જેલ સર્ચ ઓપરેશન, ડ્રગ્સ સામેની ઝૂંબેશ વગેરે તેના ઉદાહરણો છે.

મુખ્યમંત્રીએ દરિયાઇ સુરક્ષા અને આંતરિક સુરક્ષાને સ્પર્શતી આવી પોલીસ, મહેસુલ, જિલ્લા કલેકટરેટ, ફિશરીઝ અને મરિન પોલીસ તથા એ.ટી.એસ સહિતની એજન્સીઓની સંયુકત પરિષદ પ્રથમવાર યોજીને રાજ્યની સુરક્ષા-સલામતિ સંગીન બનાવવાના અભિગમને બિરદાવ્યો હતો.

આ રિવ્યૂ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સુરક્ષામાં ગુજરાતની દરિયાઈ સીમા સુરક્ષા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે ત્યારે આ બેઠક ગુજરાતની કોસ્ટલ સિક્યુરિટીને વધુ મજબુત બનાવવા તથા કોસ્ટલ સિક્યુરિટી ચેલેન્જીસને બારીકાઈથી સમજીને ક્યાંય સરહદી વિસ્તારની સલામતીમાં કચાશ ન રહે તે માટે વધુ   ગંભીરતા  દાખવવાના ઉદ્દેશ સાથે યોજાઇ હતી.

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, સરહદી સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે સરકારના અન્ય વિભાગો સાથે સંકલન રાખવું જોઈએ. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓના અનુભવના આદાનપ્રદાનથી અન્ય અધિકારીઓ  સીખ લઈ રાજ્યની આંતરિક સુરક્ષા વધુ સુદ્રઢ કરવામાં મદદરૂપ બની રહેશે. તેમણે સરહદી વિસ્તારમાં હ્યુમન ઈન્ટેલિજન્સ માળખું મજબૂત કરવા પણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 11:35 pm, Mon, 27 March 23

Next Article