GANDHINAGAR : વેપારીઓ સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં SITએ 52 અરજીઓનો નિકાલ કર્યો

|

Aug 24, 2021 | 6:08 PM

વેપારીઓ સાથે થતી ઠગાઇ મામલે યોગ્ય કાર્યવાહી બાદ વેપારીઓએ ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને સરકારનો આભાર માન્યો.

GANDHINAGAR : અમદાવાદમાં વેપારી મહાજનો સાથે થતી ઠગાઇના કિસ્સામાં ઘટાડો થયો છે અને ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે SITએ સારી કામગીરી કરી છે .વેપારીઓ સાથે થતી ઠગાઇ મામલે યોગ્ય કાર્યવાહી બાદ વેપારીઓએ ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને સરકારનો આભાર માન્યો.તો આ પ્રસંગે સાથે જ કેટલાક વેપારીઓએ ખોટી અરજી દ્વારા વેપાર ધંધા સાથે જોડાઇને આચરવામાં આવતી ઠગાઇ મુદ્દે ગૃહરાજ્યપ્રધાનનું ધ્યાન દોર્યું.ત્યારે આ મામલે પણ આગામી દિવસોમાં ગુપ્તરાહે કાર્યવાહી કરવાની ખાતરી પ્રદિપસિંહે આપી.મહત્વપૂર્ણ છે કે વેપારીઓ સાથે થયેલી ઠગાઇની ગૃહવિભાગને કુલ 342 અરજીઓ મળી હતી.જેમાંથી 52 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા કહ્યું કે વેપારીઓ પાસે ખંડણી માંગનારા કેટલાક તત્વો પણ અમારા ધ્યાનમાં આવ્યાં છે. અમે આ અંગે પોલીસ કમિશનરને પણ વાત કરી છે. વેપારી નિશ્ચિતપાને, શાંતિથી અને સરળતાથી વેપાર કરે અને એમાં પોલીસે જે એક સહાયક ભૂમિકા પૂરી પાડી છે. આવનારા દિવસોમાં પોલીસ હજી વધારે સારી ભૂમિકા પૂરી પાડશે. આપનું ગુજરાત, જે વેપાર,ધંધા, ઉદ્યોગની સારામાં સારી માવજતના કારણે આજે આપણે રોજગારી વધારી શક્યા છીએ. જેના કારણે આજે આપણે સમૃદ્ધી વધારી શક્યા છીએ. આજે આ વેપારીઓ સરકાર, પોલીસ અને અમારો આભાર માનવા આવ્યાં હતા. પરંતુ આ કામ અમે અમારી ફરજના ભાગ સ્વરૂપે કરેલું છે.

આ પણ વાંચો : હાઈકોર્ટના ચુકાદાથી કચ્છના મુન્દ્રા તાલુકાના 22 ગામોને નર્મદાના નીર પહોંચાડવાનો માર્ગ મોકળો બન્યો

Next Video