ગાંધીનગર (Gandhinagar)માં 15 લાખ રૂપિયાની લાંચ (bribe) લેતા ઝડપાયેલા ગાંધીનગરના ટાઉન પ્લાનર નયન મહેતાના પાંચ લોકરમાંથી સોનાના દાગીના, રોકડ રકમ અને પ્લેટીનમના દાગીના મળી આવ્યા છે. સાથે કેનેડિયન ડોલર, સોના-ચાંદી અને પ્લેટીનમના દાગીના મળી 81.27 લાખનો મુદ્દામાલ ACBએ સીઝ કર્યો છે. લાંચિયાના લોકરમાંથી 24 લાખ રોકડા, 49 લાખના સોનાના દાગીના અને 6 લાખના પ્લેટીનમ દાગીના લોકરમાંથી મળી આવ્યા છે. ટાઉન પ્લાનરે પોતાના ઉપરાંત પત્ની-પુત્રના નામે લોકર ખોલ્યા હતા. શેરથાના ફાઈનલ પ્લોટમાં પેટ્રોલ પંપ (petrol pump) માટે જમીન NA કરવા માપ-અભિપ્રાય માટે ટાઉન પ્લાનર નયન મહેતાએ લાંચ માગી હતી.
ગાંધીનગરમાં ટાઉન પ્લાનર એન.એન.મહેતા તેમજ અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરને લાંચ લેતા ઝડપી લેવાયા હતા. ફરિયાદીના પત્નીના નામે શેરથા ગામે કલેકટર દ્વારા 2 પ્લોટ સોંપવામાં આવ્યા હતા જે બન્ને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદીએ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા)માં અરજી કરી હતી. જે બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડામાંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-11, ગાંધીનગર ખાતે મોકલવામાં આવી હતી. જે અરજી અનુસંધાને બન્ને પ્લોટના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા આરોપી ટાઉન પ્લાનર નયન મહેતાને હોય, આ બન્ને પ્લોટનું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂ.15 લાખની માંગણી કરી હતી.
આ પણ વાંચોઃ વડોદરામાં પણ સાયન્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ, મેયરે ગાંધીનગરમાં આ અંગે ચર્ચા કરી હોવાનું જણાવ્યું
આ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલનો વિરોધ કરવા 1 રૂપિયે લીટર વેચાણ કરાયું પણ એટલી ભીડ ઉમટી કે પોલીસ બોલાવવી પડી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 9:14 am, Fri, 15 April 22