રાજ્યમાં માર્ગ મકાનના કામોના મોનિટરીંગને અસરકારક કરવા મુખ્યમંત્રી એક્શન મોડમાં આવ્યા છે. જેમાં માર્ગ- મકાન વિભાગની કામગીરીને લઈ કરપ્શનની સામે ઝીરો ટોલરન્સ નીતિ અંગે મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓના કાર્યક્ષેત્રની વધુ યોગ્ય વહેંચણી કરવા સૂચના કરાયું છે.
Follow us on
Gujarat: રાજ્યમાં માર્ગ મકાન વિભાગમાં નબળી કામગીરી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે. માર્ગ-મકાન વિભાગની કામગીરી વધુ અસરકારક- સમયબદ્ધ તથા ગુણવત્તાયુક્ત બનાવવા શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયા છે. વિવિધ કામોના મોનિટરીંગને અસરકારક કરવા સુપરવિઝન એટ્લે કે દેખરેખ માટે વરિષ્ઠ અધિકારીઓના કાર્યક્ષેત્રની વધુ યોગ્ય વહેંચણી (રેશનલાઈઝેશન ઓફ રિજીયન) કરવા સૂચના અપાઈ છે.
મુખ્ય ઈજનેર સ્ટેટ અને મુખ્ય ઈજનેર પંચાયતનાં સ્થાને ત્રણ રીજીયન વાઈઝ જગ્યાઓ રીસ્ટ્રક્ચર કરાશે.
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ત્રણ રીજીયનનાં મુખ્ય ઈજનેરોએ તેમનાં રીજીયનની પંચાયત અને રાજ્ય બેય રસ્તાઓની કામગીરી સંભાળવાની રહેશે.
અઠવાડીયામાં ઓછામાં ઓછા બે દિવસ ગુણવત્તાને પ્રાધાન્ય આપતા કામોની વિઝીટ કરવાની રહેશે.
નેશનલ હાઈવેની કામગીરીને પણ ઉત્તર અને દક્ષિણ બે અનુભાગોમાં વહેંચવાનો નિર્ણય કરાયો છે.
મહત્વની વાત એ છે કે ગત રોજ માર્ગ અને મકાન વિભાગના સચિવની પણ બદલી કરાઈ હતી. રાજ્યમાં રસ્તાની ખરાબ સ્થિતિ અને પુલ ગુણવત્તા ને લઈ સરકાર એક્શનમોડમાં આવી છે. માર્ગ મકાન વિભાગના સચિવને વિભાગ માંથી હટાવાયા હતા. લાંબા સમયથી એસ.બી વસાવા હતા આર એન બી સચિવ. જેમને હવે માર્ગ મકાન વિભગા માથી ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર બનાવાયા છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો