Gandhinagar: ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપિંડીથી બચવા ખાસ લેવી આ કાળજી

|

May 15, 2023 | 8:19 PM

Gandhinagar: ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોઓ છેતરપિંડીથી બચવા માટે કાળજી લેવી જરૂરી બની જાય છે. ખેડૂતોએ બિયારણ અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

Gandhinagar: ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપિંડીથી બચવા ખાસ લેવી આ કાળજી

Follow us on

રાજ્યના ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં પાક વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે. રાજ્યના ખેતી નિયામકના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.

આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપીંડીથી બચવા આટલી કાળજી રાખવી:

• બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી, સરકારી સંસ્થા વગેરે પાસેથી જ કરવી
• ઉત્પાદકનું નામ, સરનામું અને તેના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં
• બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ છે કે કેમ, તે બાબતે પણ ખાસ ચકાસણી કરવી

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વધુમાં જણાવ્યાનુસાર બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ છે કે કેમ, તે બાબતે પણ ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.

આ પણ વાંચો : Gandhinagar: રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય, ઉત્તર ગુજરાતના બે તાલુકાના 74 તળાવોને પાણીથી ભરવામાં આવશે

ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદા-જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જે તે જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ પણ ખરીદેલ બિયારણનું પેકેટ કે થેલી અને તેનું બીલ સાચવી રાખવુ જરૂરી છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત સહિત ગાંધીનગર શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article