Gandhinagar: GIL કંપનીમાં ઉચાપત, કૌભાંડીઓ પાસેથી સવા કરોડની મિલ્કત જપ્ત, અત્યાર સુધીમાં 35 કરોડની કરી ઉચાપત

|

Aug 11, 2022 | 8:38 PM

Gandhinagar: GIL કંપનીમાં ઉચાપત થઈ હોવાનું સામે આવતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં કંપનીમાં જ ફરજ બજાવતા અધિકારીઓ અને હંગામી કર્મચારીઓએ મળીને અનધિકૃતક કંપની બનાવી ઉચાપત કરી હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે, પોલીસે આરોપીઓના ઘરેથી સવા કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગાંધીનગર (Gandhinagar)માં આવેલી GIL કંપનીમાં ઉચાપત થઈ હોવાનું સામે આવ્યુ છે. આ મામલે ગાંધીનગર જિલ્લા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી 20 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. જેમાં પોલીસે આરોપીઓના ઘરેથી 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે મુખ્ય સૂત્રધાર રૂચિ ભાવસારની 4 કાર ઉપરાંત અન્ય ચાર આરોપીઓના ઘરેથી સોનાના દાગીના અને વાહનો જપ્ત કરાયા છે. આરોપી જયદીપ ઠક્કરના ઘરેથી રોકડ રૂપિયા 14.40 લાખ જપ્ત કરાયા, તેમજ 38.67 કરોડ રૂપિયાની સરકાર સાથે ઉચાપત કરાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

કૌભાંડીઓએ 35 કરોડનો નાણાકીય લાભ મેળવ્યો

ગાંધીનગરના Dysp એમ.કે. રાણાના જણાવ્યા મુજબ કર્મયોગી ભવન સ્થિત GIL કંપની ફરજ બજાવતા અધિકારીઓ હંગામી કર્મચારીઓ મળીને તેમના મળતિયા માણસો દ્વારા અનઅધિકૃત કંપનીઓ ઉભી કરી હતી. જેમાં ખોટા ચેક વાઉચર બનાવી સરકારના નાણા ટ્રાન્સફર કરાવી નાણાંકીય ગેરરીતિ આચરી લાભ ખાટવાનો પ્રયાસ કર્યો છે. આ બધાએ મળીને અત્યાર સુધીમાં 35 કરોડ જેટલો નાણાકીય લાભ મેળવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.

પાંચ કૌભાંડીઓની સવા કરોડની મિલકત જપ્ત

હાલ સમગ્ર કૌભાંડમાં પોલીસે પાંચ કૌભાંડીઓની સવા કરોડની મિલક્ત જપ્ત કરી છે. જેમાં કૌભાંડની માસ્ટર માઈન્ટ રૂચિ ભાવસારની લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરવામાં આવી છે તો અન્ય એક બ્લેક બોક્સ નામની કંપનીમાં પણ રૂચિ ભાવસારે અઢી કરોડ ટ્રાન્સફર કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. રૂચિ ભાવસાર સહિત પ્રિયંકા સોલંકી, પ્રિતેશ પટેલ, દીપક મહેતા અને જયદીપ ઠક્કરના ઘરેથી પણ લક્ઝુરિયસ કાર, સોનાના દાગીના, રોકડ સહિત 1 કરોડ 25 લાખ 60 હજારથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

Next Video