Gandhinagar: ખેતી બેંકની શનિવારે ચૂંટણી યોજાશે, 18 માંથી 7 બેઠકો માટે ઇલેક્શન

|

Aug 06, 2021 | 6:43 PM

ખેતી બેંકની ચુંટણી અગાઉ 10 બેઠક બિન હરીફ થઇ ચૂકી છે. જેમાં મહેસાણા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ખેડા બેઠક પર જંગ છે. જ્યારે 10 બિનહરીફ પૈકી 9 ભાજપ સર્મથિત ઉમેદવારોની જીત થઈ ચૂકી છે.

ગાંધીનગર(Gandhinagar)ખેતી બેંક(Kheti Bank)ની શનિવારે ચૂંટણી યોજાશે. જેમાં બેંકની 18 પૈકીની 7 બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ અને રાજકોટ બેઠક પર હરીફ ઉમેદવારોનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. તેમજ રાજકોટ બેઠક પર હરદેવસિંહ જાડેજાની જીત નક્કી છે. જ્યારે અમદાવાદ બેઠક પર કાનભા ગોહિલની જીત નક્કી માનવામાં આવી રહી છે. ખેતી બેંકની ચુંટણી અગાઉ 10 બેઠક બિન હરીફ થઇ ચૂકી છે. જેમાં મહેસાણા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ખેડા બેઠક પર જંગ છે. જ્યારે 10 બિનહરીફ પૈકી 9 ભાજપ સર્મથિત ઉમેદવારોની જીત થઈ ચૂકી છે.

આ પણ વાંચો : Tokyo Olympics: મહિલા હોકી ટીમના કોચ જોએર્ડ મરીને પદ છોડવાનો કર્યો નિર્ણય

આ પણ વાંચો : SURAT : રૂપાણી સરકારના પાંચ વર્ષ, રાજ્યસ્તરના રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

Next Video