Gandhinagar: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, વધુ 16 વિદ્યાર્થીઓ પોઝિટિવ, કુલ આંકડો 64 થયો

|

Apr 12, 2022 | 10:22 AM

નેશનલ લો યુનિવર્સિટી કેમ્પસમાં સતત ચારેક દિવસથી કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વિદ્યાર્થીઓ (students) નું ટેસ્ટીંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 700થી વધુ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે-સાથે સ્ટાફનું પણ સ્ક્રિનિંગ હાથ ધરાયું છે.

ગાંધીનગર (Gandhinagar) માં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (Gujarat National Law University) માં કોરોના (Corona) વિસ્ફોટ થયો છે. વધુ 16 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ (students) નું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં કોરોનાના સતત નવા કેસો ઉમેરાઈ રહ્યા છે. ગઈકાલે વધુ 127 વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરાયું હતું જેમાં કોરોનાના વધુ 16 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. નેશનલ લો યુનિવર્સિટી કેમ્પસમાં સતત ચારેક દિવસથી કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 700થી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે-સાથે સ્ટાફનું પણ સ્ક્રિનિંગ હાથ ધરાયું છે. જેમાં યુનિવર્સિટીમાં કુલ 64 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં બે પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે.

મહત્વનું છે કે હવે ગુજરાતમાં કોરોનાના નવા XE વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં XE વેરિએન્ટનો પહેલો કેસ નોંધાયો છે. જેને લઈ તંત્ર દોડતું થઈ ગયું છે. વડોદરાના ગોત્રી વિસ્તારની મુલાકાતે આવેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્રના વ્યક્તિનો ટેસ્ટ કરાયો હતો. તેમાં XE વેરિએન્ટ હોવાની પુષ્ટી થઈ છે. મહારાષ્ટ્રના તે વ્યક્તિએ વડોદરાના ગોત્રી વિસ્તારની મુલાકાત લીધી હતી. રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીને હાલ કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયો છે. બિન જરૂરી અવર-જવર પર પ્રતિબંધ લદાયો છે તો આ સ્થળ પર આરોગ્ય ટીમનું સતત મોનિટરીંગ છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા થયાનું માનીને ચાલતા લોકો માટે આ એક સાવચેતી રાખવાનું દર્શાવતો કિસ્સો છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાના નવા XE વેરિએન્ટની એન્ટ્રીથી લોકોએ કોરોનાના નિયમો પાળવામાં સતર્ક થવાની જરુર છે.

આ પણ વાંચોઃ દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ

આ પણ વાંચોઃ શિક્ષણ મુદ્દે રાજકારણ ગરમાયું, આમ આદમી પાર્ટીએ ગુજરાતની સરકારી સ્કૂલોની પોલ ખોલી તો ભાજપે દિલ્હીની સ્થિતિ બતાવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video