રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ગુજરાત ભાજપમાં પણ કવાયત શરૂ થઈ ગઈ છે. આજે ભાજપે તમામ સાંસદોને ગાંધીનગર બોલાવ્યા છે. ગાંધીનગરમાં બપોરે 3 વાગ્યે વિધાનસભા દળની બેઠક મળવાની છે. જેમાં તમામ ધારાસભ્ય, પૂર્વ મંત્રીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ભાજપ (BJP) વિધાનસભા દળની બેઠક બાદ મોકપોલ યોજાશે. આવતી કાલે NDA રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) ગુજરાત (Gujarat) આવશે અને ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. આગામી 18 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટે ચૂટણી થવાની છે. તે માટે ગુજરાતના ધારાસભ્યો અને સંસદો વિધાનસભા ભવન ખાતે મતદાન કરશે. આ ચૂંટણીના પગલે આજે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને ગાંધીનગર પહોંચી જવા અને ભાજપના તમામ MP-MLAને આજથી 18 જુલાઈ સુધી ગાંધીનગર ના છોડવા સૂચના આપવામાં આવી છે. NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ 17 જુલાઇના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની ઉમેદવારીની પ્રશંસા કરી અને હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના બીજા દિવસે તેને ઐતિહાસિક ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજકીય ઠરાવ લાવવામાં આવે તે પહેલા પીએમ મોદીએ મુર્મુ વિશે વાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાને મુર્મુ અને તેમના જીવન પ્રવાસ વિશે ખૂબ જ ઉમદા વાત કરી હતી.
PM મોદીએ જાહેર જીવનમાં તેમના વર્તન વિશે પણ વાત કરી, મુર્મુએ સમાજના દરેક વર્ગની જાગૃતિ માટે કેવી રીતે સતત કામ કર્યું તેના પર ભાર મૂક્યો. સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાને ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્યોને એમ પણ કહ્યું હતું કે જો તેઓ આવનારા દિવસોમાં ચૂંટાય છે તો ભારતને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળે તે ખરેખર ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું કે ઉમેદવારી કોઈપણ રાજકારણથી ઉપર છે. મુર્મુએ 24 જૂને વડાપ્રધાન મોદી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને એનડીએના નેતૃત્વવાળા ગઠબંધનના નેતાઓ અને યુવા શ્રમિક રિથુ કોંગ્રેસ પાર્ટી જેવા સમર્થક પક્ષોના નેતાઓની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.