Gandhinagar : દારુના વેચાણ માટે આરોપીનો નવો ખેલ, જાણો શું છે અન્ય મોડેસ ઓપરેન્ડી

|

Oct 03, 2023 | 9:59 AM

સામાન્ય રીતે બુટલેગરો પોલીસથી બચવા માટે ઘરમાં તો અમુક બુટલેગરો ઘરમાં પણ અલગથી ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો મુકતા હોય છે. જો કે ગાંધીનગરના માણસામાં બુટલેગરોએ દારૂનો જથ્થો સાચવવા શૌચાલયનો ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસને જાણ થતા તેમણે દરોડા પાડી આરોપીના ઘર પાસેના શૌચાલયમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

Gandhinagar : દારુના વેચાણ માટે આરોપીનો નવો ખેલ, જાણો શું છે અન્ય મોડેસ ઓપરેન્ડી

Follow us on

Gandhinagar : ગુજરાતમાં દારુબંધી છે તેવુ કહેવામાં આવે છે. જો કે બીજી તરફ બુટલેગરો દારુનો વેપાર,વેચાણ અને હેરાફેરી કરવા માટે અવનવી તકનીક અપનાવતા જોવા મળી રહ્યા છે. ગાંધીનગરના માણસામાં આવેલા એક ગામમાં પણ દારુનું (liquor) વેચાણ અનોખી મોડેસ ઓપરેન્ડીથી થતુ હોવાનું સામે આવ્યુ છે. આરોપી ઘર પાસેની જ જમીનમાં શૌચાલયમાં (toilet) દારુનો જથ્થો રાખી વેચાણ કરતું હોવાનું ઝડપાયુ છે.

આ પણ વાંચો-Surat : સરથાણામાં ઓછા વજનની સોનાની ચેઈન આપી 75 હજારની દાગીના લઈ ફરાર થનાર ઠગબાજ ઝડપાયો

સામાન્ય રીતે બુટલેગરો પોલીસથી બચવા માટે ઘરમાં તો અમુક બુટલેગરો ઘરમાં પણ અલગથી ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો મુકતા હોય છે. જો કે ગાંધીનગરના માણસામાં બુટલેગરોએ દારૂનો જથ્થો સાચવવા શૌચાલયનો ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસને જાણ થતા તેમણે દરોડા પાડી આરોપીના ઘર પાસેના શૌચાલયમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

બાતમીના આધારે પોલીસે પાડી હતી રેડ

પોલીસને બાતમી મળી હતી કે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વ્યાસ પાલડી ગામમાં રહેતા જયપાલસિંહ ચાવડા અને ભાવેશસિંહ વિહોલ દારૂની હેરાફેરી કરે છે. આ બાતમીના આધારે પોલીસે જયપાલસિંહના ઘરે રેડ પાડી હતી. પોલીસે રેડ કરી તે સમયે આરોપી જયપાલસિંહ એકટીવા લઈ આવતો હતો. પોલીસે તેને રોકી એક્ટિવાની તપાસ કરતા તેની ડિકીમાંથી પાંચ બીયરના ટીન મળી આવ્યા હતા.

શૌચાલયમાંથી મળી આવ્યો દારુનો જથ્થો

પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેમજ તેના ઘરની આસપાસ તપાસ કરતા ઘર પાસેની જમીનમાં બનાવેલા બે શૌચાલયમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો હતો.વિદેશી દારુની અલગ અલગ બ્રાન્ડની બોટલ અને બીયર ટીન મળી કુલ 309 નંગ બોટલ ઝડપાઇ હતી. પોલીસે એક્ટીવા અને દારુ મળી કુલ 1,14,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે જયપાલસિંહ ચાવડાની ધરપકડ કરી છે જ્યારે તેની સાથેના વોન્ટેડ આરોપી ભાવેશસિંહ બકાજી વિહોલ વિરૂદ્ધ માણસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે. પોલીસે ફરાર આરોપી ભાવેશસિંહની શોધખોળ પણ હાથ ધરી છે.

મહત્વનું છે કે અગાઉ પણ બુટલેગરોએ પોલીસથી બચવા અલગ અલગ કિમીયાઓ અજમાવતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જો કે પોલીસે આવા તમામ કિમિયાઓને નાકામ પણ કર્યા છે. અનેક વખત કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. તો ઘણી વખત દૂધના કે અન્ય માલ સામાનની આડમાં ટેન્કરોમાં પણ દારૂની હેરાફેરી થતી હોય છે. જેને પોલીસ પકડી પાડે છે, ત્યારે થોડા દિવસો અગાઉ જ ગાંધીનગર જિલ્લામાં એક બુટલેગર દ્વારા પોતાના ઘરમાં જ મસમોટું ખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાડ્યો હતો, ત્યારે હવે ફરીથી ગાંધીનગર જિલ્લાની માણસા પોલીસે ગ્રામ્ય વિસ્તારમાંથી સૌચાલયમાં છુપાવેલો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article