Gujarat માં નવા મુખ્યમંત્રીની જાહેરાત વચ્ચે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ નારાજ !

|

Sep 12, 2021 | 8:45 PM

ગુજરાતના નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતા જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ચાલતી પકડી અને કમલમ છોડીને રવાના થયા હતા.

ગુજરાત(Gujarat)ના નવા મુખ્યપ્રધાન પદે ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)નામની જાહેરાત થતા જ સાડા છ કરોડ ગુજરાતીઓની આતૂરતાનો અંત આવી ચૂક્યો છે. જોકે હવે એક નવો જ રાજકીય અધ્યાય શરૂ થાય તો નવાઇ નહીં અને આ રાજકીય અધ્યાય છે નીતિન પટેલની(Nitin Patel)નારાજગીનો. ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતા જ  પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ચાલતી પકડી અને કમલમ છોડીને રવાના થયા હતા.

આ સમયે ટીવી નાઇન સમક્ષ તેઓએ એક વાક્ય ઉચ્ચાર્યુ,નીતિન પટેલે કહ્યું અત્યારે મારે કશું જ કહેવાનું નથી.નીતિન પટેલના આ નિવેદન બાદ સવાલ એ સર્જાયો છે કે શું ફરી વખત નીતિન પટેલને સાઇડલાઇન કરાતા નારાજ થયા છે.શું ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ નીતિન પટેલને ખુચી રહી છે.

જો કે તેની બાદ નવા વરાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકાર રચનાના દાવા માટે રાજભવન ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. જેમાં સીએમ રૂપાણી સહિત અન્ય નેતાઓ અને પૂર્વ મંત્રીઓ પણ હાજર રહ્યાં હતા. જો કે તેમા પણ નીતિન પટેલની ગેરહાજરી જોવા મળી હતી. જેના પગલે આગામી દિવસોમાં નીતિન પટેલ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપશે તેના પર સમગ્ર લોકોની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો : Gujarat ના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ક્ષમતાના આધારે વરણી : સી.આર.પાટીલ

આ પણ વાંચો :કોરોના જ્ઞાનશાળા: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત? 

Published On - 8:12 pm, Sun, 12 September 21

Next Video