ગુજરાતમાં નવી શિક્ષણ નીતિના અમલ માટે સમિતિની રચના, 15 દિવસમાં અહેવાલ રજૂ કરશે

|

Oct 21, 2021 | 10:03 PM

નવી શિક્ષણ નીતિમાં તમામ યુનિવર્સિટીમાં એક સરખું માળખું જળવાઈ રહે તે માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.. બેઠકમાં યુનિવર્સિટીના પેન્ડિંગ પ્રશ્નો બાબતે પણ કરવામાં આવી હતી

ગુજરાતમાં(Gujarat)હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો(New Education Policy)અમલ શરૂ કરાયો છે. આ નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા કરવા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની(Jiti Vaghani)અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ, ઉપકુલપતિ અને રજિસ્ટ્રાર ઉપસ્થિત રહ્યા હતા.

નવી શિક્ષણ નીતિમાં તમામ યુનિવર્સિટીમાં એક સરખું માળખું જળવાઈ રહે તે માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.. બેઠકમાં યુનિવર્સિટીના પેન્ડિંગ પ્રશ્નો બાબતે પણ કરવામાં આવી હતી. રાજ્યની યુનિવર્સિટીની પરિસ્થિતિ, પ્રવેશ પ્રક્રિયા, અધ્યાપકોની અછત, નવી ભરતી સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી..

નવી શિક્ષણનીતિ માટે સાત સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.. આ કમિટી આગામી 15 દિવસમાં એક રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ મુકશે. જેમાં નવી શિક્ષણ નીતિ સામેના વિવિધ પડકારો તથા પ્રશ્નોનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળ દ્વારા શિક્ષણ બોર્ડ સમક્ષ ભલામણો કરવામાં આવી છે.નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા માંગ કરી છે.હાલમાં ધોરણ-10 અને ધોરણ-12 એમ બે વખત શાળાઓ દ્વારા એલસી આપવાના બદલે ફક્ત એક જ વખત ધોરણ 12માં એલસી આપવાની માંગ કરાઈ છે..આ ઉપરાંત ધોરણ-10 અને 12ની પરીક્ષા પધ્ધતિ અત્યારથી જ જાહેર કરવામાં આવે તેવી રજુઆત પણ કરી છે

આ પણ વાંચો : રાજકોટમાં પીજીવીસીએલની ઓફિસે કિસાન સંઘનું હલ્લાબોલ, ખેડૂતોને પુરતી વીજળી આપવા રજૂઆત

આ પણ વાંચો : રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના ફરી એકવાર તીખા તેવર, વીડિયો કોંફરન્સમાં 5 કલેકટરને ઉધડા લીધા

Next Video