કોંગ્રેસના રાજમાં રથયાત્રા સમયે લોકોના જીવ તાળવે ચોંટી જતાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

|

Jul 01, 2022 | 4:26 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રથયાત્રા મુદ્દે કોંગ્રેસ પર કર્યો છે કટાક્ષ કર્યો હતો. ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતા મંદિર ટ્રસ્ટે યોજેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના રાજમાં રથયાત્રા સમયે લોકોના જીવ તાળવે ચોંટી જતા.

કોંગ્રેસના રાજમાં રથયાત્રા સમયે લોકોના જીવ તાળવે ચોંટી જતાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
Union Home Minister Amit Shah

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) રથયાત્રા મુદ્દે કોંગ્રેસ પર કર્યો છે કટાક્ષ કર્યો છે. ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતા મંદિર ટ્રસ્ટે યોજેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના રાજમાં રથયાત્રા સમયે લોકોના જીવ તાળવે ચોંટી જતા. તોફાન થતાં, ગોળીઓ ચાલતી, પરંતુ ગુજરાતની જનતાએ ભાજપને સત્તા આપી અને રથયાત્રા કર્ફ્યૂ મુક્ત બની છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં રથયાત્રા સૂરક્ષિત નીકળવા લાગી અને આજે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ધ્યાન રાખી રહ્યા છે. 2024માં ભાજપને મત આપવાનો સમય આવશે ત્યાંસુધીમાં રૂપાલ એટલું બદલાઈ ચૂક્યું હશે કે, તમે ઓળખી પણ નહીં શકો. હું 7 વર્ષ નો હતો ત્યારે મારી બા મને ટ્રેક્ટરમાં લઈને અંહી દર્શન કરવા લઈ આવ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે CM ડેશબોર્ડના માધ્યમથી રાજ્યભરની રથયાત્રાનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોચીને તેમણે સી.એમ. ડેશબોર્ડની વિડિયો વોલ પર આ રથયાત્રાનું થઇ રહેલું રિયલ ટાઇમ મોનિટરિંગ રસપૂર્વક નિહાળ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ, ભાવિક ભક્તોની પદયાત્રા તથા યાત્રા રૂટ પર પોલીસ પેટ્રોલિંગ, બંદોબસ્તની ગતિવિધિઓ ઝીણવટપૂર્વક નિહાળી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
Next Article