ગુજરાતમાં સ્થપાશે ડ્રોન સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ, રોજગાર સર્જનના સરકારના પ્રયાસ

|

Mar 05, 2022 | 6:22 PM

ગુજરાત સરકાર વિધાનસભા બજેટ સત્રમાં ડ્રોન ટેક્નોલોજી પોલિસી જાહેર કરવાની તૈયારી કરી રહી છે. કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગ માટે લાયસન્સ મેળવવા ઉપરાંત કેટલાક અન્ય નિયમો પણ ઘડવામાં આવે તેવી શક્યતા છે

ગુજરાતમાં સ્થપાશે ડ્રોન સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ, રોજગાર સર્જનના સરકારના પ્રયાસ
Gujarat Set Up Drone Skill Institute (File Image)

Follow us on

ગુજરાત સરકારે ડ્રોન(Drone)ટેક્નોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને રોજગાર(Employment)સર્જન માટે ડ્રોન સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની જાહેરાત કરી છે.જેમાં નાણાપ્રધાન કનુ દેસાઈએ ગુરુવારે વિધાનસભામાં રજૂ કરેલા વર્ષ 2022-23ના બજેટમાં(Gujarat Budget 2022) તેની માટે 20 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 1837 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગુજરાત સરકાર પણ આગામી વિધાનસભા બજેટ સત્રમાં ડ્રોન ટેક્નોલોજી પોલિસી જાહેર કરવાની તૈયારી કરી રહી છે. કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગ માટે લાયસન્સ મેળવવા ઉપરાંત કેટલાક અન્ય નિયમો પણ ઘડવામાં આવે તેવી શક્યતા છે.  જેમાં ખેતરમાં દવાનો છંટકાવ કરવા, તોફાન અને કર્ફ્યુ દરમિયાન પરિસ્થિતિ પર નજર રાખવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન મોકલવા માટે ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે.

ડ્રોન ટેક્નોલોજી રોજગારીનું સાધન બનવાની સંભાવના

આગામી દિવસોમાં ડ્રોન ટેક્નોલોજી રોજગારીનું સાધન બનવાની સંભાવના છે, જેના પરિણામે રાજ્ય સરકાર ડ્રોન ઉડ્ડયનના વિશેષ કોર્સ શરૂ કરી શકે છે.વિવિધ ક્ષેત્રોમાં ડ્રોનની માંગ વધી રહી હોવાથી આગામી દિવસોમાં ડ્રોન પાયલોટની જરૂરિયાત વધશે. આ સંજોગોમાં સરકાર શિક્ષિત યુવાનોને રોજગારી આપવાના ઉદ્દેશ્ય સાથે ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માંગે છે.

ડ્રોન ટેક્નોલોજી પોલિસીની જાહેરાત વિધાનસભાના બજેટ સત્રમાં કરી શકે છે

ગુજરાત સરકાર ડ્રોન ટેક્નોલોજી પોલિસીની જાહેરાત વિધાનસભાના બજેટ સત્રમાં કરી શકે છે. ગૃહ વિભાગે આ દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પોલિસીના આધારે ડ્રોનનો ઉપયોગ ક્યાં કરવો, લાઇસન્સ કેવી રીતે મેળવવું, શું સાવચેતી રાખવી વગેરે જેવા ઘણા નિયમો લાગુ કરી શકાય છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કેન્દ્રીય બજેટમાં ડ્રોનના ઉપયોગ પર ભાર

કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2022-23નું બજેટ રજૂ કરતાં કૃષિ ક્ષેત્ર પર ભાર મૂક્યો હતો અને ડ્રોન સહિતના આધુનિક સાધનો માટે સબસિડીની જાહેરાત કરી હતી. ખેડૂતોને મદદ કરવાના હેતુથી એક વિશેષ અભિયાનમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ફેબ્રુઆરીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના વિવિધ શહેરો અને નગરોમાં ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે 100 કિસાન ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં ગુજરાતના નવસારી, પાટણ શહેરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીને ગેરલાયક કુલપતિઓના રાજીનામાની માંગ કરી

આ પણ વાંચો : Surat : શિક્ષણાધિકારીએ યાદી જાહેર કરતા શાળા વર્તુળમાં ખળભળાટ, 40 ખાનગી શાળાના લાયકાત વિહોણા 135 શિક્ષકોને દૂર કરવા આદેશ

 

Published On - 5:27 pm, Sat, 5 March 22

Next Article