Cyclone Biporjoy: CM ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 164 ગામોનો કર્યો સીધો સંપર્ક, સરપંચો સાથે ચર્ચા કરી ગામોની સ્થિતિ અંગે મેળવ્યો ચિત્તાર

|

Jun 15, 2023 | 12:35 AM

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના ગામડાઓનો સીધો સંપર્ક કર્યો છે. જેમા તેમણે કચ્છ, દ્વારકા, જામનગર અને સોમનાથના સરપંચો સાથે સીધી વાતચીત કરી ગામોની સ્થિત અંગે જાણકારી મેળવી હતી.

Cyclone Biporjoy: CM ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 164 ગામોનો કર્યો સીધો સંપર્ક, સરપંચો સાથે ચર્ચા કરી ગામોની સ્થિતિ અંગે મેળવ્યો ચિત્તાર

Follow us on

Gandhinagar: બિપરજોય વાવાઝોડું (Cyclone Biporjoy) આવતીકાલે ગુજરાતમાં ત્રાટકવાની શક્યતા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવાઝોડાથી સંભવિત પ્રભાવિત થનારા દરિયાકિનારાના ગામડાઓ સાથે સીધો સંપર્ક કરી સ્થિતિ અંગે માહિતી મેળવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડના માધ્યમથી દરિયાકાંઠાના 164 ગામોનો સંપર્ક કર્યો. મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લાના સરપંચો સાથે વાતચીત કરી તેમને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપી. સાથે જ સીએમે અસરગ્રસ્ત ગામોમાં સંદેશા વ્યવહાર જળવાઇ રહે એ માટે કલેક્ટરોને પણ સૂચના આપી.

સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી 0 થી 5 તથા 5 થી 10 કિ.મી. વિસ્તારના 164 ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો મુખ્યમંત્રીશ્રીના સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી. સરપંચોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલી મદદ માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : Cyclone Biporjoy: કચ્છમાં જિલ્લાના 10 પૈકી 7 તાલુકા બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત, 35 હજારથી વધુ લોકોનુ કરાયુ સ્થળાંતર

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મુખ્યમંત્રીએ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં દરિયાકાંઠાના ગામોનો સંપર્ક સતત જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં આવેલા ચક્રવાત-વાવાઝોડાના પવનની તીવ્રતા તથા અન્ય અસરો અંગે મેળવવામાં આવેલા ડેટાબેઝના આધારે મુખ્યમંત્રીશ્રીએ મીટિગેશન માટેના લાંબા ગાળાના ઉપાયો યોજી શકાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સર્વેક્ષણનું સૂચન કર્યું હતું.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article