ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની પેટાચૂંટણીઓનું આજે પરિણામ

| Edited By: | Updated on: Oct 05, 2021 | 8:03 AM

ગુજરાતમાં 3 ઓકટોબરના રોજ યોજાયેલી ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકની પેટાચૂંટણી , નગરપાલિકાની 78 બેઠકની સામાન્ય ચૂંટણી અને નગરપાલિકાની 42 બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે.

ગુજરાતમાં(Gujarat)  સ્થાનિક સ્વરાજની(Local Bodies) સામાન્ય અને પેટાચૂંટણીનું પરિણામ(Result) આજે જાહેર થશે. જેમાં અમદાવાદ, જૂનાગઢ મનપાની ત્રણ બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવશે. જયારે ત્રણ નગરપાલિકાની 78 બેઠકોની સામાન્ય ચૂંટણીની મતગણતરી થશે તેમજ 26 નગરપાલિકાની 42 બેઠકોની પેટાચૂંટણીનું પણ પરિણામ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં  સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 3 ઓકટોબરના રોજ મતદાન યોજાયું હતું. જેમાં ગાંધીનગર મનપાની 44 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે  અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું છે.આમ 3 મનપાની 47 બેઠકો માટે મતદાન યોજાયું હતું.

જ્યારે રાજ્યની 3 નગરપાલિકા  થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની 78 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું. જ્યારે 26 નગરપાલિકાની 42 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

આ ઉપરાંત રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીની વાત કરીએ તો રાજ્યની 7 જિલ્લા પંચાયતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જ્યારે 37 તાલુકા પંચાયતની 43 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન પ્રકિયા હાથ ધરાઇ હતી.

આ પણ વાંચો : નવરાત્રી સહિતના તહેવારોમાં કોરોનાનો ખતરો વધી શકે છે : આહના

આ  પણ વાંચો: SURAT : એલ.પી.સવાણી સ્કૂલમાં 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શાળાને 7 દિવસ માટે બંધ કરવામાં આવી

Published on: Oct 05, 2021 07:54 AM