CM ભૂપેન્દ્ર પટેલના નિર્ણયથી 65 હજાર લાભાર્થીઓને મકાન માલિકીના હક્ક પ્રાપ્ત થશે, ગુજરાત હાઉસીંગ બોર્ડની જૂની યોજનાઓમાં 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફ

|

Jul 13, 2022 | 1:45 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફી આપવાનો નિર્ણય કર્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલના નિર્ણયથી 65 હજાર લાભાર્થીઓને મકાન માલિકીના હક્ક પ્રાપ્ત થશે, ગુજરાત હાઉસીંગ બોર્ડની જૂની યોજનાઓમાં 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફ
Gujarat Housing Board

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં 01/07/2022ની સ્થિતીએ બાકી હપ્તા પર 90 દિવસ સુધી 100 ટકા પેનલ્ટી પેટે અંદાજે 768.92 કરોડની માફી આપવામાં આવશે.

લાભાર્થી દ્વારા યોજના અમલમાં આવ્યાથી 90 દિવસમાં બોર્ડની બાકી રહેતી હપ્તાની રકમ ભરપાઇ કરવામાં આવે તો બાકી રહેતી હપ્તાની રકમ ઉપર 100 ટકા પેનલ્ટી માફી આપવામાં આવશે. આ રાહત પેકેજ યોજનામાં જોડાવાથી 64,991 જેટલા બાકી લાભાર્થીઓને મકાન માલિકીના હક્ક પ્રાપ્ત થઇ શકશે. તેમજ 90 દિવસની સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનાર લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વધુ માહિતિ માટે લાભાર્થીઓને દસ્તાવેજ કરાવવા અંગે ગુજરાત હાઉસીંગ બોર્ડની વેબસાઇટ http://www.gujarathousingboard.gujarat.gov.in પર ફોર્મ ઉપલબ્ધ છે, તેમજ વેબસાઇટ પર આપેલ મોબાઇલ નંબરથી પણ પ્રજાજનોને માહિતી ઉપલબ્ધ થઇ શકશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે તેમજ આ પેકેજ યોજનામાં જોડાયેથી મકાન ધારકને માલિકી હક્ક પ્રાપ્ત થશે. આના પરિણામે દસ્તાવેજ થવાના કારણે સમગ્ર ગુજરાતમાં રી-ડેવલપમેન્ટ યોજનાઓ વધુ વેગપૂર્વક કાર્યાન્વિત થઈ શકશે.

Next Article