વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોમ-જુસ્સાથી આગળ ધપાવી રહ્યા છે.
Follow us on
Banaskantha : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) 12મી જૂને કચ્છ-ભૂજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના 20માં તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઉપસ્થિત રહી ભુલકાઓને શાળામાં પ્રવેશ કરાવશે. ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ વિવિધ જિલ્લાઓમાં ઉપસ્થિત રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોમ-જુસ્સાથી આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો 20મો તબક્કો આગામી 12 થી 14 જૂન,૨૦૨૩ દરમિયાન યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ 12મી જૂનના રોજ કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી કરાવશે. ત્યારબાદ 13-જૂનના રોજ નર્મદા-સાગબારાના જાવલી ગામ અને 14-જૂનના રોજ ભાવનગર-મહુવાના કતરપર ગામના ભૂલકાઓને મુખ્યમંત્રી શાળાઓમાં પ્રવેશ કરાવશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બાળકોનું શાળામાં નામાંકન કરાવીને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત રાજ્ય મંત્રી મંડળના વિવિધ મંત્રી સહિતના મહાનુભાવો પણ આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ઉપસ્થિત રહી નાના બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે. મંત્રી સહિતના મહાનુભાવો નીચે દર્શાવેલ સ્થળો ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવ અને સ્થળ