મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ની પ્રેરણાથી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) ની ઉજવણી અન્વયે આજે ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના સરઢવ ગામે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં જોડાઈને ગ્રામજનોના જન ઉમંગમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રીની આ પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો અને સરઢવના અબાલ વૃદ્ધ સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમા ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ પ્રભાતફેરી માર્ગમાં લોકો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી અભિવાદન ઝીલ્યું હતું. સરઢવ ગામે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરીના પ્રારંભ પૂર્વે સરઢવ ગામના અંબાજી માતા મંદિર, રણછોડ રાય મંદિર સહિતના મંદિરોમાં મંગળા આરતી કરી દર્શન અર્ચન કર્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ગામોમાં પ્રભાત ફેરી,ગામ તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપવનારા ગામના વ્યક્તિ વિશેષ ,નિવૃત ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકોના સન્માન, શાળાનો સ્થાપના દિવસ, વૃક્ષારોપણ સહિતના વિવિધ જન વિકાસ કામો લોકભાગીદારીથી આ જન ઉત્સવ અંતર્ગત ઉજવવા માટે જે આહવાન કર્યું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરઢવના ગ્રામજનો સાથે આજે સાકાર કર્યું છે.
ભૂપેન્દ્ર પટેલે ગામમાં નવા RO પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગામના પ્રગતિશીલ ખેડૂતો જેમણે પ્રાકૃતિક ખેતી સફળતા પૂર્વક અપનાવી છે તેમનું પણ સન્માન કર્યું હતું. બે દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ જિલ્લાના ગાંઠિલામાં આયોજિત ઉમિયા માતા મંદિરના પાટોત્સવમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતા ત્યારે તેમણે કરેલાં સંબોધનમાં પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી સાથે આ અવસરે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શંભૂજી ઠાકોર, પૂર્વ મંત્રી વાડીભાઈ પટેલ, સરપંચ કિરીટ ભાઈ પટેલ તેમજ ગામના વરિષ્ઠ અગ્રણીઓ, શાળાના છાત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Surat : સાત વર્ષમાં 4.17 લાખ લોકોએ એફોર્ડેબલ મકાનો ખરીદ્યા, ખાનગી બેંકોએ સરકાર કરતા વધુ સબસિડી ચૂકવી
આ પણ વાંચોઃ કચ્છના દરિયામાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત, જખૌ નજીકથી વધુ ચાર પેકેટ મળ્યાં
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 8:35 am, Tue, 12 April 22