Gandhinagar: રાજ્યમાં પ્રસંગોપાત ખાલી પડેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીની તારીખોનુ એલાન કરી દેવાયુ છે. બે મહાનગરપાલિકાની ત્રણ બેઠક અને અલગ અલગ નગરપાલિકાની 29 બેઠક માટે 6 ઓગષ્ટે ચૂંટણી યોજાશે. જેની મતગણતરી 8 ઓગષ્ટે થશે. જો કે હજુ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી બાકી છે.
તારીખોના એલાનની સાથે આજથી જાહેરનામુ અમલી બન્યુ છે. રાજ્યના ચૂંટણી પંચે આ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યની બે મહાનગરપાલિકાની ત્રણ બેઠકો અને 18 નગરપાલિકાઓની 29 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. જો કે હજુ સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીઓની તારીખોની જાહેરાત બાકી છે.
રાજ્ય ચૂંટણી આયોગે રાજકોટ અને સુરત સહિત નગરપાલિકાઓમાં ચૂંટમી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ પણ કરી દીધી છે. 17 જૂલાઈથી પેટાચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, ઉમેદવાર માટે 22 જુલાઈએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 25 જુલાઈએ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે.
આ પણ વાંચો : અમદાવાદમાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત, જમાલપુરમાં ભૂવા પડવાની ભરમાર, સ્થાનિકોમાં તંત્ર સામે રોષ
મહાનગરપાલિકાની પેટાચૂંટણી અંતર્ગત સુરતમાં વોર્ડ નંબર 20માં સામાન્ય બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જ્યારે રાજકોટમાં વોર્ડ નંબર 15માં અનુસૂચિત જનજાતિ માટેની બેઠક (મહિલા અનામત) પર અને અન્ય સામાન્ય બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જ્યારે ભાવનગર, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પાટણ, મહેસાણા, ખેડા, પંચમહાલ, પોરબંદર, કચ્છ અને ગીરસોમનાથ જિલ્લાની મળીને 29 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે
Published On - 5:20 pm, Mon, 10 July 23