Gandhinagar: ગાંધીનગર પાસેના દશેલા ગામે કાર તળાવમાં ખાબક્તા 4 લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે કાર અને એક વ્યક્તિની શોધખોળ હજુ શરૂ છે.
ગણેશ ચતુર્થીના દિવસે જ દશેલા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. 5 લોકો ભરેલી કાર દશેલા ગામે તળાવમાં ખાબકી હતી. જેમા 4 લોકોના ડૂબવાથી મોત નિપજ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. હાલ પોલીસ દ્વારા મૃતકોની ઓળખ હાથ ધરાઈ છે. તેમની ઓળખ થતા જ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવશે. સોમવારથી આ કાર મિસિંગ હતી અને શોધખોળ ચાલી રહી હતી. જેનો 24 કલાક બાદ પત્તો લાગ્યો છે. ચિલોડા નજીક આવેલા દશેલા ગામમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે હજુ એક વ્યક્તિનો પતો લાગ્યો નથી. તેની શોધખોળ શરૂ છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 6:19 pm, Tue, 19 September 23