ગુજરાત ATSએ ગાંધીનગરમાંથી ઝડપ્યો ડ્રગ્સનો જથ્થો, ભાટ ટોલનાકા નજીક રેસ્ટોરન્ટમાંથી ઝડપાયું રેકેટ

ગુજરાતમાં (Gujarat) વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ગાંધીનગરમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે. ભાટ ટોલનાકા નજીક આવેલી ચુલા ચિકન નામની રેસ્ટોરન્ટમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હતું.

ગુજરાત ATSએ ગાંધીનગરમાંથી ઝડપ્યો ડ્રગ્સનો જથ્થો, ભાટ ટોલનાકા નજીક રેસ્ટોરન્ટમાંથી ઝડપાયું રેકેટ
ગાંધીનગરમાંથી ઝડપાયુ ડ્રગ્સ રેકેટ
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jun 19, 2022 | 6:02 PM

ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સનો કાળો કારોબાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ગાંધીનગરમાં (Gandhinagar) ભાટ પાસે ચુલા ચિકનમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એટીએસ દ્વારા દરોડા પાડીને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત ATSએ ડ્રગ્સના (Drugs) જથ્થા સાથે ચૂલા ચિકન ધાબાના માલિક જય કિશનની ધરપકડ કરી છે. હવે આ કેસની તપાસ એસ.ઓ.જી ગાંધીનગર કરશે. જેમાં ડ્રગ્સ કેસના સમગ્ર તાર ખુલી શકે છે.

ગુજરાતમાં વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે. ભાટ ટોલનાકા નજીક આવેલી ચુલા ચિકન નામની રેસ્ટોરન્ટમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હતું. જેમાં 6 જેટલી નશીલી કુકીઝ, નશા માટેનું સીબીડી ઓઈલની 16 જેટલી ડબ્બી. તેમજ 40 ગ્રામ ચરસ મળી આવ્યું છે. આ મામલે ગુજરાત એટીએસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમજ કેસ દાખલ કરીને અડાલજ પોલીસને સોંપવામાં આવ્યા છે. ત્યારે આ મામલે એસઓજી ગાંધીનગર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. આ રેસ્ટોરન્ટમાં લોકો જમવાના બહાને આવતા અને ત્યાં જમવાની આડમાં નશો કરવામાં આવતો હતો. તેમજ રેસ્ટોરન્ટ માલિક જય કિશનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે આ મહિનામાં જ ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા એક મોટા ડ્રગ્સ રેકેટનો (Drugs Racket) ખુલાસો કરવામાં આવ્યો હતો. 9 જૂનના રોજ આ ખુલાસો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. થોડા દિવસ પહેલા એટીએસ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસ દ્વારા આરોપીની પૂછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસા થયા. આ ડ્રગ્સના બંધાણમાં એવા હાઈપ્રોફાઈલ નામો સામે આવ્યા હતા કે ખુદ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા તો હજી પણ ડ્રગ્સના (Drugs) વેપલામાં કોણ- કોણ સંડોવાયેલું છે, તેનું પગેરું મેળવાઈ રહ્યું છે.

પૈસા વધુ કમાવવાની લાલચમાં ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો

વર્ષ 2019થી ડ્રગ્સની દુનિયામાં પગપેસારો કરનારા આકાશે કોમ્પ્યુટર ઈજનેર સુધીનો અભ્યાસ કરેલો છે, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પૈસા વધુ કમાવવાની લાલચમાં ડ્રગ્સ વેચવાનું શરૂ કરી દીધું હતું. સૌથી પહેલા આકાશે ગાંજા વેચવાની શરૂઆત કરી હતી, જેમાં ડબલ પ્રોફિટ મળતો હતો અને વધારે નફાની લાલચે ધીમે- ધીમે ડ્રગ્સનું પણ વેચાણ શરૂ કરી દીધું હતું.

સોશિયલ મીડિયા દ્વારા કાળો કારોબાર!

ઉલ્લેખનીય છે કે આકાશે પોતાના ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરવાનું, જેમાં પહેલા સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી સંપર્ક કરી ડ્રગ્સનું વેચાણ કરતો હતો, જો કે બાદમાં સમય સાથે ગ્રાહકોની માંગ વધતા ઓનલાઈન વેબસાઈટ બનાવી ઓનલાઈન ડ્રગ્સ વેચાણ શરૂકર્યું હતુ. જેમાં જીવન જરૂરિયાત પ્રોડક્ટની આડમાં કુરિયર મારફતે ગ્રાહકોને ડ્રગ્સ તેઓના ઘર સુધી પહોંચાડતો હતો અને આંગડિયા મારફતે પૈસા મેળવતો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati