AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : એકટીવા પર જઈ રહેલી બે મહિલાઓ પર હુમલો કરી લૂંટ ચલાવાઇ, પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી

ગુજરાતના ગાંધીનગરમાં(Gandhinagar)કોબા રોડ પર એકટીવા પર પસાર થઈ રહેલી બે મહિલા પર હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકમાં સીસીટીવીને આધારે લૂંટ ચલાવનાર ત્રણ લોકોની ધરપકડ કરી.

Gandhinagar : એકટીવા પર જઈ રહેલી બે મહિલાઓ પર હુમલો કરી લૂંટ ચલાવાઇ, પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
Gandhinagar Police Arrest Robbery Accused
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 17, 2022 | 4:52 PM
Share

ગુજરાતના (Gujarat) પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) 15મી જૂને એક લૂંટનો (Robbery)બનાવ સામે આવ્યો હતો. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. ગાંધીનગરના ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 જૂનના સાંજના સમયે ગાંધીનગર કોબા રોડ ઉપર રાજધાની હોટલની સામે મેઇન રોડ પરથી બે મહિલાઓ એક્ટીવા ઉપર આવતી હતી ત્યારે પાછળથી બાઈક પર આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ એક્ટીવાની આગળ મુકેલું પર્સ ચાલુ એક્ટીવાએ ખેંચી એક્ટીવા ચાલક અને પાછળ બેઠેલ મહિલાને નીચે પછાડી હતી. જેમાં નીચે પછડાયેલી મહિલાઓ કઈ સમજે તે પહેલાં જ ત્રણ શખ્સોની પર્સની લૂંટ કરી અને પર્સ સાથે રોકડ રકમ 11000 તથા મોબાઇલ, આધારકાર્ડ અને એ.ટી.એમ કાર્ડ સહિત કુલ 20000 ની મત્તાની લુંટ કરી નાસી છૂટયા હતા.

સી.સી.ટી.વી ફુટેઝ મેળવી તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી

આ મહિલાઓ જમીન પર પછડાતા મહિલાઓને ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોચી હતી. સમગ્ર બનાવ અંગે મહિલાઓએ પોલીસને જાણ કરી હતી અને મહિલાઓની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જે જગ્યા પર બનાવ બન્યો હતો ત્યાં પોલીસે આજુબાજુના લોકોમાં નિવેદનો અને કમાન્ડ કન્ટ્રોલ રૂમ સેક્ટર 27 ગાંધીનગરની મદદ લઈ ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસોની ટીમ બનાવી અલગ અલગ જગ્યાથી સી.સી.ટી.વી ફુટેઝ મેળવી તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે સર્વેલન્સની ટીમ બનાવી વોચ ગોઠવી  ત્રણ લોકોને પકડી પાડ્યા

આ ઉપરાંત શંકાસ્પદ  લોકોના ફોટા અને વીડીયો ભેગા કરી તેના આધારે પણ તપાસ  શરૂ કરવામાં આવી હતી અને ખાનગી બાતમીદારોને વાકેફ કરવામાં આવ્યા હતા. પોલીસને તપાસ બાદ માહિતી મળી હતી કે લૂટ ચલાવનારા શંકાસ્પદ લોકો અપોલો સર્કલ પાસે છે જેથી પોલીસે સર્વેલન્સની ટીમ બનાવી વોચ ગોઠવી  ત્રણ લોકોને પકડી પાડ્યા હતા જેની પૂછપરછમાં ત્રણેય લોકોએ પોતે લૂટ કરી હોવાનું કબૂલ કર્યું હતું. ત્રણેય લોકોની વધુ પુછપરછ કરતા ગુનામાં ઉપયોગમાં લીધેલું Z-S મોટર સાયકલ GJ-01-SK-0699નું રીક્વર કરવામાં આવ્યું હતું.

રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
g clip-path="url(#clip0_868_265)">