Ahmedabad : ગાંધીનગર તરફ જતા રસ્તા પર પોલીસનો સઘન બંદોબસ્ત, શું છે કારણ ?

|

Dec 21, 2021 | 4:17 PM

ગાંધીનગર તરફ જતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભાજપ અને AAP વચ્ચે ઘર્ષણ સર્જાયા બાદ પોલીસને ખાસ સૂચના અપાઈ છે કે AAPના કાર્યકરો વાહનમાં ગાંધીનગરમાં ન પ્રવેશે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

ગાંધીનગરમાં ભાજપની ઓફિસ કમલમમાં ગઈકાલે થયેલા ઘર્ષણ બાદ, ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે તે માટે ગાંધીનગર તરફના તમામ રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ દર્શાવે તેવી આશંકા લઈ શહેર પોલીસ એલર્ટ છે. શહેરના જુદા-જુદા સ્થળો પર ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ તૈનાત કરી દેવાયા છે.

અને ગાંધીનગર તરફ જતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભાજપ અને AAP વચ્ચે ઘર્ષણ સર્જાયા બાદ પોલીસને ખાસ સૂચના અપાઈ છે કે AAPના કાર્યકરો વાહનમાં ગાંધીનગરમાં ન પ્રવેશે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરી રહી છે.

નોંધનીય છેકે ગઇકાલે આપના કાર્યકરો અને નેતાઓ દ્વારા કમલમ ખાતે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને પગલે પોલીસ આજે પણ સતર્ક બની છે. અને, આપના કાર્યકરો દ્વારા કોઇ બબાલ ન કરવામાં આવે તે માટે હાલ ગાંધીનગર અને અમદાવાદથી ગાંધીનગર તરફ જતા રસ્તાઓ પર પોલીસે ચેકિંગે કર્યું છે.

આ પણ વાંચો : કોરોના વેક્સીન સર્ટિફિકેટમાંથી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાની અપીલ અરજદારને ભારે પડી, કેરળ હાઈકોર્ટે લગાવ્યો એક લાખનો દંડ

આ પણ વાંચો : UP Election 2022: યુપીમાં મહિલાઓને PM મોદીની ભેટ, મહિલા સ્વ સહાય જૂથને ટ્રાન્સફર કર્યા 1000 કરોડ, કહ્યું- માતૃશક્તિ જૂનો સમય પાછો નહીં આવવા દે

 

 

Published On - 4:15 pm, Tue, 21 December 21

Next Video