ગુજરાત સ્થાપના દિવસનું પ્રથમ અઠવાડિયું રાજ્યમાં અંગદાનની ઐતિહાસિક સિદ્ધિનું સાક્ષી બન્યું, વાંચો અહેવાલ

|

May 09, 2023 | 9:07 PM

રાજ્યમાં અંગદાન ક્ષેત્ર સાથે સંકળાયેલા SOTTO (State Organ And Tissue Transplant Organization) એકમ અંતર્ગત રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 10 અંગદાન થયા છે. આ 10 અંગદાતાઓના અંગદાનથી 27 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

ગુજરાત સ્થાપના દિવસનું પ્રથમ અઠવાડિયું રાજ્યમાં અંગદાનની ઐતિહાસિક સિદ્ધિનું સાક્ષી બન્યું, વાંચો અહેવાલ
Image Credit source: Google

Follow us on

ગુજરાત સ્થાપનાના 63મા વર્ષના મંગળ પ્રવેશના પ્રથમ સપ્તાહમાં રાજ્યના ઈતિહાસમાં અંગદાન ક્ષેત્રે આ એક ઐતિહાસિક ક્ષણ છે તેમ SOTTOના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: કિડની રોગોની માવજત અંગે નેફ્રો અપડેટ કોન્ફરન્સનું આયોજન, ઓર્ગન ડોનેશન અંગે પણ થઈ ચર્ચા
ગુજરાત સ્થાપના દિવસના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરમાં અકલ્પનીય, અદ્વિતીય, ઐતિહાસિક અંગદાન થયા છે. જેના પરિણામે જ આ 27 દર્દીઓને નવજીવન મળ્યું છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં થયેલા અંગદાનમાં મળેલા 27 અંગોમાં 16 કિડની, 9 લીવર, 1 હ્રદય, 1 આંતરડુ અને હાથની એક જોડનો સમાવેશ થાય છે.

10 અંગદાનમાંથી 9 અંગદાન અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં

જેમાંથી 10 કિડની અને 6 લીવરને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ 10 અંગદાનમાંથી 9 અંગદાન અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાંથી અને એક અંગદાન ખાનગી હોસ્પિટલમાંથી થયું હોવાનું ડૉ.મોદીએ ઉમેર્યુ હતુ
આ પણ વાચો: Gujarat News: ખેડૂતો માટે કૃષિ મંત્રી રાઘવજીનો મોટો નિર્ણય, સમયસર રાસાયણિક ખાતર ઉપલબ્ધ કરાવવા સરકારનો નિર્ધાર

નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સિધ્ધી અંગે કહ્યું હતુ કે, તાજેતરમાં જ સિવિલ સર્વીસીસ ડે ના દિવસે રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા સરકારના SOTTO એકમને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ પ્રાપ્ત થયાના 10 દિવસમાં જ ગુજરાતમાં આ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરી વધુ વેગવંતી બની છે, જેની આ ઐતિહાસિક સિદ્ધિ સાક્ષી પુરે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
આ પણ વાચો: Gujarati Video: ગુજરાતમાં ગરમીને લઈને પાંચ દિવસ આકરા, 10થી 14 જુન સુધી તાપમાન 44 ડિગ્રીને પાર થવાની સંભાવના

જાગૃકતાના પરિણામે જ આ સિદ્ધી હાંસલ થઈ

વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, તજજ્ઞ તબીબોની નિષ્ઠા અને રાજ્યમાં પ્રવર્તેલી જાગૃકતાના પરિણામે જ આ સિધ્ધી હાંસલ થઇ છે.
આ પણ વાચો: Gujarat News: રાજ્યમાંથી 40 હજાર મહિલાઓ ક્યાં ગાયબ થઈ? ગુજરાત પોલીસે ટ્વિટ કરીને જણાવી સચ્ચાઈ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Next Article