Gandhinagar: ભરતીના મુદ્દે સચિવાલય બહાર વિદ્યા સહાયકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, રાજ્ય સરકારે ઠાલા વચન આપ્યાનો કર્યો આક્ષેપ

| Edited By: | Updated on: Dec 28, 2021 | 4:23 PM

વિદ્યા સહાયકોએ સચિવાલય બહાર બેનર સાથે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં પાસ નેતા દિનેશ બાંભણિયા પણ જોડાયા હતા.

ગાંધીનગર (Gandhinagar)ના સચિવાલયમાં વિદ્યા સહાયકો દ્વારા વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવ્યુ. રાજ્ય સરકારે (State Government) 2018માં 3300 જેટલા વિદ્યા સહાયકોની ભરતી (Recruitment)ની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી વિદ્યા સહાયકોની ભરતી ન કરાતા સચિવાલય બહાર વિદ્યા સહાયકોએ મોટી સંખ્યામાં એકઠા થઇને વિરોધ (Protest)શરુ કર્યો.

 

સચિવાલય બહાર જ વિરોધ પ્રદર્શન

વિદ્યા સહાયકોની ભરતીને લઇને ગાંધીનગરમાં સચિવાલયમાં મોટી સંખ્યામાં વિદ્યા સહાયકો એકઠા થયા હતા અને સચિવાલય બહાર જ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 400થી વધુ વિદ્યા સહાયકો આ વિરોધમાં જોડાયા હતા. વિદ્યા સહાયકોએ સચિવાલય બહાર બેનર (Banner) સાથે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં પાસ નેતા દિનેશ બાંભણિયા પણ જોડાયા હતા.

રાજ્ય સરકાર પર વિદ્યા સહાયકોનો આક્ષેપ

વિદ્યા સહાયકોનો આરોપ છે કે રાજ્યની સરકાર છેલ્લા ત્રણ વર્ષથી માત્ર ઠાલા વચનો આપી રહી છે. 2018માં વિદ્યા સહાયકોની ભરતી માટેની જાહેરાત કરાઇ હતી, પરંતુ હજી સુધી ભરતી કરવામાં આવી નથી. સાથે સાથે હેડ ક્લાર્કના પેપરલીક કેસમાં અસિત વોરાના રાજીનામાનાની પણ માગણી કરી.

 

આ પણ વાંચોઃ Surat : કાપડ ઉધોગમાં 12 ટકા જીએસટીનો વેપારીઓનો વિરોધ પાણીમાં જાય તેવી શક્યતા, સરકાર હજી સુધી નિર્ણય પર અડગ

આ પણ વાંચોઃ Surat : પક્ષીઓ માટે ખોરાક શોધવાનું શ્રેષ્ઠ સ્થળ સુરત એરપોર્ટની આસપાસનો વિસ્તાર, 5 વર્ષમાં 88 બર્ડહિટની ઘટના : તારણ

આ પણ વાંચોઃ Surat : કુપોષણ નાથવા સરકારી યોજનાઓ કેટલી સફળ તેનું સંશોધન કરશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી