GANDHINAGAR : વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી, જાણો શું છે આ પોલિસીના ફાયદા

|

Aug 13, 2021 | 1:02 PM

National Automobile Scrappage Policy : વાહન સ્ક્રેપિંગ નીતિનો ઉદ્દેશ દેશભરમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન અને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાઓના રૂપમાં સ્ક્રેપિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આ પોલિસીના ફાયદાઓ ગણાવ્યાં છે.

GANDHINAGAR : વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી, જાણો શું છે આ પોલિસીના ફાયદા
PM MODI (File Picture)

Follow us on

GANDHINAGAR : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુજરાતના ગાંધીનગરમાં રોકાણકારોની સમિટ (Investor Summit 2021) નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી.

વાહન સ્ક્રેપિંગ નીતિનો ઉદ્દેશ દેશભરમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન અને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાઓના રૂપમાં સ્ક્રેપિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આ પોલિસીના ફાયદાઓ ગણાવ્યાં છે.

નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલીસીના ફાયદાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરતા કહ્યું કે આ પોલિસી વેસ્ટ ટુ વેલ્થ કચરામાંથી કંચન અને #CircularEconomy અભિયાનમાં એક મહત્વની કડી છે. આ નીતિ દેશના શહેરોમાંથી પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવા અને વિકાસને વેગ આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સામાન્ય પરિવારોને દરેક રીતે આ પોલિસીથી ઘણો ફાયદો થશે. પહેલો ફાયદો એ થશે કે જૂના વાહનને સ્ક્રેપ કરવા પર પ્રમાણપત્ર આપવામાં આવશે.જે વ્યક્તિ પાસે આ પ્રમાણપત્ર છે તેણે નવા વાહનની ખરીદી પર નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન માટે કોઈ પૈસા/ ચાર્જ ચૂકવવા પડશે નહીં.આ સાથે તેને રોડ ટેક્સમાં પણ કેટલીક છૂટ આપવામાં આવશે.

બીજો ફાયદો એ થશે કે જૂના વાહનની જાળવણી કિંમત, સમારકામ ખર્ચ, બળતણ કાર્યક્ષમતા પણ આમાં બચશે.

ત્રીજો લાભ જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. જૂના વાહનો, જૂની ટેકનોલોજીના કારણે માર્ગ અકસ્માતનું જોખમ ઘણું વધારે છે, જે રાહત આપશે.

ચોથું, તે આપણા સ્વાસ્થ્ય પર પ્રદૂષણની અસરને પણ ઘટાડશે.

નવી પોલીસી આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું : PM MODI
આ સાથે જ PM MODI એ કહ્યું કે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે, ભારતમાં ઉદ્યોગને ટકાઉ અને ઉત્પાદક બનાવવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. ઓટો મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલ વેલ્યુ ચેઇન માટે શક્ય તેટલી આયાત પરની આપણી નિર્ભરતા ઘટાડવાનો અમારો પ્રયાસ છે.

ઇથેનોલ હોય, હાઇડ્રોજન ઇંધણ હોય કે ઇલેક્ટ્રિક ગતિશીલતા, સરકારની આ પ્રાથમિકતાઓ સાથે ઉદ્યોગની સક્રિય ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ થી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, ઉદ્યોગોએ તેનો હિસ્સો વધારવો પડશે.સરકાર આ માટે તમને જે પણ મદદની જરૂર છે તે આપવા તૈયાર છે.

Published On - 11:49 am, Fri, 13 August 21

Next Article