વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નો પ્રારંભ, PM મોદી સહિત દેશના આ મોટા ઉદ્યોગપતિઓ અને 115 દેશોના પ્રતિનિધિઓની હાજરી, જુઓ VIDEO

|

Jan 18, 2019 | 5:05 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં વાઈબ્રન્ટ ગુજરાતની 9મી સમિટમાં  પહોંચ્યા છે. વાઇબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 76 હજારથી વધુ MoU થયા છે જ્યારે ખરેખર રોકાણ 11 લાખ કરોડ રૂપિયાની આસપાસ થયું છે. આજે ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે મંચ પર ટોચના 19 ઉદ્યોગપતિઓ પણ હાજર છે. 15 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નો પ્રારંભ, PM મોદી સહિત દેશના આ મોટા ઉદ્યોગપતિઓ અને 115 દેશોના પ્રતિનિધિઓની હાજરી, જુઓ VIDEO

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં વાઈબ્રન્ટ ગુજરાતની 9મી સમિટમાં  પહોંચ્યા છે. વાઇબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 76 હજારથી વધુ MoU થયા છે જ્યારે ખરેખર રોકાણ 11 લાખ કરોડ રૂપિયાની આસપાસ થયું છે.

આજે ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે મંચ પર ટોચના 19 ઉદ્યોગપતિઓ પણ હાજર છે. 15 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે.

115 દેશોના 36 હજારથી વધુ પ્રતિનિધિઓ અને 26 હજારથી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

જુઓ VIDEO:

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ વાઇબ્રન્ટ સમિટ પર સૌની નજર એ કારણે પણ છે કે આ વખતે રોકાણના આંકડાઓ જાહેર કરવામાં આવશે કે નહીં? અગાઉ મંચ પરથી જ તત્કાલિન મુખ્યપ્રધાન મોદી અને ટોચના ઉધોગપતિઓ પણ રોકાણની જાહેરાતો કરતાં હતા. 2013 અને 2017માં આંકડાઓની જાહેરાત કરવામાં આવી નહોતી. સરકાર રોકાણની રકમના આંકડાઓને ખાનગી રાખવાનો પ્રયાસ કરતી હોય એવો માહોલ છે. આપને કહી દઇએ કે 16 વર્ષમાં 8 સમિટમાં 85 લાખ કરોડ રૂપિયાના 76002 મૂડીરોકાણના કરાર થયા હતા. પણ રાજ્ય ઉદ્યોગ કમિશનરની વેબસાઇટના આધારે 11 લાખ કરોડનું જ ખરેખર મૂડીરોકાણ થયું છે.

એટલે કે આ કુલ મૂડીરોકાણનું 13 ટકા જ રોકાણ છે. વિરોધ પક્ષ વાઈબ્રન્ટ સમિટને એક તાયફો ગણાવે છે. વિરોધ પક્ષનો આક્ષેપ છે કે જેટલા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેની સામે રોકાણ કે રોજગારીના વિકલ્પ ઊભા થતાં નથી અને સરકાર માત્ર MoU કરીને સંતોષ માની લે છે.

જુઓ VIDEO:

આજે 9મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 

અત્યાર સુધી 8 વાઈબ્રન્ટ સમિટ થઈ ચૂકી છે
15 પાર્ટનર દેશો અને 26 હજાર કંપનીઓ લેશે ભાગ
25થી 30 હજાર એમઓયુ થશે
મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ રહેશે હાજર
અત્યાર સુધીમાં 76 હજાર એમઓયુ થયા છે
કુલ 85 લાખ કરોડ રૂપિયાના સૂચિત મુડીરોકાણના કરાર થયા પરંતુ 11 લાખ કરોડ રૂપિયાનું જ કુલ રોકાણ થયું

જુઓ VIDEO:

2013 અને 2017ના રોકાણના આંકડાઓ જાહેર કરાયા નથી
નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે કરાવી હતી શરૂઆત
વાઈબ્રન્ટમાં દુનિયાભરની કંપનીઓ ગુજરાતમાં રોકાણને લઈને એમઓયુ કરે છે
વિરોધ પક્ષો વાઈબ્રન્ટને દેખાડાનો તાયફો ગણાવે છે
અત્યાર સુધી એમઓયુના 13 ટકા જ ખરૂં રોકાણ થયાનો દાવો

મોટા ઉદ્યોગપતિઓની હાજરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના CMD મુકેશ અંબાણી

તાતા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરન

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી

ગોદરેજ ગ્રુપના ચેરમેન અદિ ગોદરેજ

સુઝલૉન એનર્જીના ચેરમેન અને MD તુલસી તંતી

કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ

ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા

[yop_poll id=642]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article