ટેકનોલોજીમાં 360-ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટ પ્લેબેકનો સમાવેશ
વરિષ્ઠ DoT અધિકારીઓએ જણાવ્યું હતું કે જે પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે તે ટેકનોલોજીમાં 360-ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટ પ્લેબેકનો સમાવેશ થાય છે, આ એક વર્ચ્યુઅલ-રિયાલિટી કનેક્ટેડ ક્લાસરૂમ છે જ્યાં વિદ્યાર્થીને એવુ લાગે છે કે તેમના શિક્ષક વ્યક્તિગત રીતે તેમના પર ધ્યાન આપે છે તેમજ અવાજના માધ્યમથી વિદ્યાર્થી શિક્ષક સાથે સામ-સામે વાતચીત કરી શકે છે.
અન્ય એક ક્ષેત્ર જેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તે 5G ઇમર્સિવ ગેમિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આસિસ્ટેડ છે. તેનું પરીક્ષણ 360 ડિગ્રી કેમેરા રીઅલ-ટાઇમ વિડિયો સ્ટ્રીમ સાથે કરવામાં આવી રહ્યુ છે.
360-ડિગ્રી અનુભવ પ્રાપ્ત કરાવશે
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) 5G ટેક્નોલોજીનો અન્ય સંભવિત ઉપયોગ કરવાના પરીક્ષણની પણ યોજના બનાવી રહ્યુ છે, આ યોજના અંતિમ વપરાશકર્તાઓ 360-ડિગ્રી અનુભવ પ્રાપ્ત કરી શકે તેવી છે. જ્યાં વપરાશકર્તા આપેલા વાતાવરણમાં વસ્તુઓ અને લોકોને પણ ઓળખી શકશે.
ગુરુવારે ગુજરાત DoT LSAની ટીમમાં DDG અજાતશત્રુ સોમાણી, રોશન લાલ મીણા, ડાયરેક્ટર સુમિત મિશ્રા અને વિકાસ દધીચ સહિતની ટેકનિકલ ટીમો સામેલ હતી. Vodafone Idea Limited (VIL) અને Nokia એ ગાંધીનગરમાં 5G ટેસ્ટ સાઇટ્સની મુલાકાત લીધી.
19 નવેમ્બરના રોજ, DoTની ટીમે ગાંધીનગર શહેરમાં મહાત્મા મંદિર 5G સાઇટ પર સ્પીડ તપાસી હતી, જે લગભગ 1.5 Gbps જોવા મળી હતી, જે 4G કરતા લગભગ 100 ગણી ઝડપી હતી. સ્પીડ ટેસ્ટ નોન-સ્ટેન્ડઅલોન 5G મોડ પર કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ Success Story : ખેતરમાં શાકભાજી ઉગાડીને બનાવેલા અથાણાંનું કરોડોમાં ટર્નઓવર, હજારો મહિલાઓને આપી રોજગારી