Gandhinagar : RTE હેઠળ પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ કરાયો જાહેર, 54,903 બાળકને અપાશે પ્રવેશ

|

May 05, 2023 | 12:50 PM

ગુજરાતમાં RTE (Right to education) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમીશન મેળવવાનો પ્રથમ રાઉન્ડને જાહેર કરવામાં આવ્યો છે.

Gandhinagar : RTE હેઠળ પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ કરાયો જાહેર, 54,903 બાળકને અપાશે પ્રવેશ
RTE

Follow us on

રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ પારદર્શી રીતે RTE (Right to education) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. RTE ACT હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gandhinagar : આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક, CM મુંબઈથી આવશે ગાંધીનગર, જુઓ Video

શૈક્ષણિક વર્ષ 2023-24 માટે કુલ 98501 જેટલી અરજીઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ હતી. જેમાંથી 68,135 જેટલી અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. 14,532 જેટલી અરજીઓ અધુરા દસ્તાવેજો જેવા વિવિધ કારણોસર અમાન્ય ગણવામાં આવી હતી. જ્યારે 15,834 જેટલી અરજીઓ અરજદાર દ્વારા કેન્સલ કરવામાં આવી હતી. તેમ નાયબ શિક્ષણ નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પ્રથમ રાઉન્ડના પ્રવેશ અંગે વાલીઓને SMS થી જાણ કરાશે

યાદીમાં વધુ જણાવ્યા અનુસાર રાજયની કુલ 9854 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમા કુલ 82,820 જેટલી જગ્યાઓ RTE હેઠળ ભરવાની હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને 6 કી.મી.ની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમ અનુસાર પ્રથમ રાઉન્ડમાં 54903 જેટલા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

જ્યારે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં 27917 જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીનાં અભાવે ખાલી રહી છે. RTE હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ અંગે વાલીઓને SMS થી જાણ કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓએ આગામી તા. 13/05/2023, શનિવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ ઉપર વધુમાં વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપી શકાય તે માટે જે બાળકોને પ્રવેશ ફાળવવામાં નથી આવ્યા તેવા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડની નિયમાનુસાર પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સરકારનો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2015-16થી અમલમાં છે

જેમાં આરટીઈ હેઠળ ખાનગી શાળામાં એડમિશન માટેનો પ્રથમ રાઉન્ડની જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શાળાની ફાળવણી કરવામાં આવશે. તેમજ જરૂરી પુરાવા સાથે વિદ્યાર્થીને ફાળવેલી શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવશે. જ્યારે ગરીબ-મધ્યમવર્ગના વિદ્યાર્થી ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે સરકારનો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2015-16થી અમલમાં છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article