Gandhinagar : કલોલની ફ્લોર મિલમાં પુરવઠા વિભાગે પાડ્યા દરોડા, 2 લાખ કિલો સરકારી અનાજનો જથ્થો કર્યો જપ્ત, જુઓ video
કલોલ તાલુકાના સઈજ ગામે પુરવઠા વિભાગે એક ફ્લોર મીલ પર દરોડા પાડ્યા છે. જેમાં પુરવઠા વિભાગે મીલમાંથી 14 જેટલા ટ્રક સીઝ કર્યો છે. મળતી માહિતી અનુસાર ટ્રકમાં અન્ય રાજ્યનુ સરકારી અનાજ ભરેલ હતુ.
ગાંધીનગરના કલોલ તાલુકાના સઈજ ગામે પુરવઠા વિભાગે એક ફ્લોર મીલ પર દરોડા પાડ્યા છે. તંત્રએ બાતમીના આધારે તપાસ હાથ ધરીને સરકારી અનાજનો જથ્થો ભરેલી 14 ટ્રક સીઝ કરી છે. હરિયાણા અને પંજાબની સરકારી અનાજ ભરેલી બેગ મોટા પ્રમાણમાં મળી આવી હતી. પુરવઠા વિભાગે અંદાજે 2 લાખ કિલો અનાજનો જથ્થો સીઝ કર્યો છે.
આ પણ વાંચો : Gandhinagar: રાજ્યમાં વધુ એક મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ, ગાંધીનગર પોલીસે રાંદેસણમાં રેડ કરી 17 આરોપીની કરી ધરપકડ
જીરુના મોટા ગજાના બ્રોકરને ત્યાં સેબીએ દરોડા
મસાલાની આ સિઝનમાં જીરૂની સારી આવક નોંધાઈ છે તેમજ જીરુના ભાવ પણ આસમાને આંબી રહ્યા છે ત્યારે રાજકોટમાં જીરુના મોટા ગજાના બ્રોકરને ત્યાં સેબીએ દરોડા પાડ્યા હતા. જીરુંના બ્રોકર ધીરૂ દાસાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને સેબીના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તેમજ અન્ય ત્રણ નિકાસકારોને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…