GANDHINAGAR : CM, DyCMની અધ્યક્ષતામાં મળી કોર કમિટીની બેઠક, Corona નિયંત્રણ અંગે લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

|

Apr 05, 2021 | 10:14 PM

GANDHINAGAR : CM, DyCMની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં Corona નિયંત્રણ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.

GANDHINAGAR : CM, DyCMની અધ્યક્ષતામાં મળી કોર કમિટીની બેઠક, Corona નિયંત્રણ અંગે લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો
ફાઈલ ફોટો

Follow us on

GANDHINAGAR : રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને લઈને રાજ્ય સરકાર સતર્ક છે. 5 એપ્રિલને સોમવારે CM વિજય રૂપાણી (CM vijay rupani) અને DyCM નીતિન પટેલ ( DyCM nitin patel) ની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં Corona નિયંત્રણ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.

કોર કમિટીના મહત્વપૂર્ણ નિર્ણયો

1) કોરોના સંક્રમિતોની સારવાર માટે ઓકસીજન સપ્લાય પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્યના ઓકસીજન ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્ર માટે આપવાનો રહેશે

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

2)રાજ્યના 8  મોટા મહાનગરોમાં 500-500 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અને તેના સમગ્ર સુપરવિઝન-સંકલન માટે 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી

3)પ્રાયવેટ નર્સિંગ હોમ-કલીનીકસ ICU કે વેન્ટીલેટર સુવિધા સિવાય ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે.

4)કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ રૂ.2000  અને કોવિડ કેર સેન્ટર માટે દૈનિક મહત્તમ રૂ.1500 ચાર્જ લઇ શકાશે.આ ચાર્જમાં રેમડીસીવીર  ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થશે નહી.

5)સિવીલ હોસ્પિટલ સોલા-એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ તેમજ ગુજરાત કેન્સર સોસાયટી અને નગરી તથા એલ.જી. હોસ્પિટલોમાં આગામી ત્રણથી પાંચ દિવસમાં રેમડીસીવીર ઇન્જેકશન કોરોના સંક્રમિતો માટે નહિ-નફો નહિ  નુકશાનના ધોરણે ઉપલબ્ધ કરાવાશે.

6)આગામી દિવસોમાં રાજ્યની બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી ટ્રિપલ લેયર માસ્ક રૂપિયા એકની  કિંમતે નાગરિકોને મળતા થશે

આ ઉપરાંત કોર કમિટીની  બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં ઓકસીજનનું ઉત્પાદન કરનારા ખાનગી ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના 60 ટકા કોરોના સંક્રમણ નિયંત્રણ માટે તબીબી સુવિધાઓ હેતુસર આરોગ્ય ક્ષેત્ર માટે આપવાના રહેશે. માત્ર 40 ટકા ઉત્પાદન સપ્લાય તેઓ ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લઇ શકશે.

રેમડિસીવીર ઇન્જેકશનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવાશે

CM વિજય રૂપાણી (CM vijay rupani) અને DyCM નીતિન પટેલ ( DyCM nitin patel)એ  સોલા સિવીલ હોસ્પિટલ, એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ, ગુજરાત કેન્સર સોસાયટીની હોસ્પિટલ તેમજ એલ.જી. અને નગરી હોસ્પિટલ અમદાવાદ આ બધી જ હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતો માટે રેમડિસીવીર ઇન્જેકશન આગામી ત્રણથી પાંચ દિવસમાં નહિં નફો નહિ નુકશાનના ધોરણે સંબંધિત હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાંથી ઉપલબ્ધ કરાવાશે તેવો પણ સંવેદનશીલ નિર્ણય કોર કમિટિમાં કર્યો છે.

કોર કમિટીએ કહ્યું કે કોરોનાનો વ્યાપ અને ચેપ ફેલાતો અટકાવવા માસ્ક અનિવાર્ય છે. એટલું જ નહિ, યોગ્ય રીતે અને યોગ્ય માસ્ક પહેરવાથી ચેપ લાગવાની સંભાવના ઘટી જાય છે. આ સંદર્ભમાં સૌ ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરે તે હિતાવહ છે.

8 મહાનગરોમાં ખાસ અધકારીઓની નિમણૂંક

CM વિજય રૂપાણી અને DyCM નીતિન પટેલે રાજ્યમાં મહાનગરપાલિકા ધરાવતા 8  મહાનગરોમાં 500-500  બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તેમજ તેની તબીબી કામગીરીના સુપરવિઝન, દેખરેખ સંકલન માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર માટે 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે.

Next Article