GANDHINAGAR : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હાલ પુરતી સ્થગિત, ધો-1થી 9 અને ધો-11માં માસ પ્રમોશન અપાશે, 15 મેંએ નવી તારીખ જાહેર થશે

Utpal Patel

|

Updated on: Apr 15, 2021 | 2:27 PM

GANDHINAGAR : રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી. તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે

GANDHINAGAR : રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી. તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

 

 

અગાઉ, ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓની થિયરી પરીક્ષા પાછળ ખસેડવામાં આવી, હવે મુખ્ય પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની રહેશે. પહેલાં 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું કહેવાયું હતું

દેશભરમાં CORONA વાયરસની બીજી લહેર શરૂ થઈ છે. જેમાં CRONA કેસોમાં અને મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે MAY મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની હતી. પરંતુ કેસ વધતાં પરીક્ષા જૂન મહિનામાં યોજાવાની શક્યતા છે. બીજી તરફ, શાળા કક્ષાએ લેવાતા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા સંદર્ભે પણ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે, જે મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ દિવસમાં શાળા કક્ષાની આ પરીક્ષા લેવાની રહેશે.

BOARDની પ્રેક્ટિકલ પરીક્ષા પછી થિયરીની પરીક્ષા
CORONAના કેસ વધતાં અત્યારે શાળા-કોલેજમાં 30 APRIL સુધી તમામ શૈક્ષણિક કાર્ય OFFલાઈન બંધ કરવામાં આવ્યા છે. આગામી MAY મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની હતી. આ વચ્ચે સ્કૂલો દ્વારા એસ.એસ.સી માટે લેવાતી શાળાકક્ષાના વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે, જે મુજબ ધો.10 બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયાના 3 દિવસની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલોએ લેવાની રહેશે. આ પહેલાં સ્કૂલોને 15થી 30 એપ્રિલ દરમિયાન શાળા કક્ષાની સૂચના અપાઈ હતી. જોકે CORONAની સ્થિતિની જોતાં એમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati