Gandhinagar : ભાડાની ઓફિસ ખાલી ન કરતા લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુનો દાખલ, 2ની ધરપકડ

|

Jul 15, 2021 | 8:33 AM

રાજ્યમાં કોઈની મિલકત પચાવી પાડવાના મામલે લેન્ડ એન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં છે, ત્યારે ગાંધીનગરમાં ભાડાની ઓફિસ ખાલી ન કરતા નવા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીનગરના સરદાસણમાં ભાડાની ઓફિસ ખાલી ન કરાતા લેન્ડ ગ્રેબિંગ (Land grabbing) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હાલ પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ એક બિલ્ડિંગના (Building) ફલોરમાં ઓફિસ ભાડે રાખી હતી. અને ત્યાર બાદ એફિસ (Office) ખાલી ન કરતા ફરિયાદીએ ક્લેકટરને આ મામલે ફરિયાદ કરી હતી. ત્યારે નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે હાલ,લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરીને વિજય ડાંગ સહિત બે લોકોની ધરપકડ કરી છે.

સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ભાડોનો સમય પુરો થયા બાદ, છેલ્લા ઘણા વર્ષોથી ભાડાની ઓફિસ ખાલી ન કરતા, ફરિયાદીએ લેન્ડ ગ્રેબિંગની એપ્લિકેશન(Land Grabbing Application) હેઠળ ક્લેક્ટરને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ લેન્ડ ગ્રેબિંગ કમિટીએ(Committee)  તપાસ કર્યા બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની મંજુરી આપી હતી.

આ પણ વાંચો : Monsoon 2021: આ વિસ્તારોમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ: જાણો રાજ્યમાં વરસાદ વિશે હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની મહત્વની ભૂમિકા : નીતિન પટેલ

Next Video