Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટની બેઠક, વરસાદની સ્થિતિને લઈને ચર્ચા થશે

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટની બેઠક મળી છે. આ બેઠકમાં વરસાદની સ્થિતિને લઈને ચર્ચા થશે. અ ઉપરાંત પૂરથી પ્રભાવિત વિસ્તારોને સહાય કરવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ ઉપરાંત નવી રેલવે લાઈન, કોરોના રસીકરણ સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 11:25 AM

ગાંધીનગર (Gadhinagar) માં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ની આગેવાનીમાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટની બેઠક (cabinet meeting)  મળી છે. આ બેઠકમાં વરસાદ (Rain) ની સ્થિતિને લઈને ચર્ચા થશે. અ ઉપરાંત પૂરથી પ્રભાવિત વિસ્તારોને સહાય કરવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ ઉપરાંત કોરોનાની સ્થિતિ અને રસીકરણ સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. ગઈ કાલે કેન્દ્ર સરકારે તારંગાથી આબુરોડ વચ્ચે નવી રેલ્વે લાીન નાખવાની મંજૂરી આપી છે. આ બદલ કેંદ્ર સરકારનો આભાર માનવામા આવશે. આ કેબિનેટની બેઠકમાં અન્ય નિતિ વિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે, જોકે આ બેઠકમાં સૌથી મહત્ત્વનો મુદ્દો વરસાદ અને પૂરની સ્થિતિ અને તેના કારણે થયેલાં નુકસાન અને રાહત તથા આર્થિક સહાય અંગેનો જ રહેશે.

આ ઉપરાંત રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યની 456 નગરપાલિકાઓને કુલ 17.10 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે. રાજ્યના નગરોમાં થયેલી અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઇ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય આપવામાં આવશે. જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે મુખ્યમંત્રીએ આ 17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">