અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર શોમાં બાળકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું 18 ફૂટ મોટું Teddy Bear, જુઓ VIDEO

|

Jan 16, 2019 | 12:05 PM

દેશ-વિદેશના સાડા સાત લાખ પ્લાન્ટ અને ફૂલોની મહેકથી આજે અમદાવાદનો રિવરફ્રન્ટ મહેંકી ઉઠ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફ્લાવર શૉને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રિબિન કાપીને લોકો માટે ખુલ્લો મૂક્યો. અહીં કરણ, મોગરો, જૂઈ, ગુલાબ, ચંપા જેવા ગુજરાતમાં વધુ જોવા મળતા ફૂલોની સાથે જ દેશ-વિદેશના લોકપ્રિય ફૂલો પણ મૂકવામાં આવ્યા છે. ફૂલોથી બનાવેલી બાર્બી ડોલ, ફૂલોનું […]

અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર શોમાં બાળકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું 18 ફૂટ મોટું Teddy Bear, જુઓ VIDEO

Follow us on

દેશ-વિદેશના સાડા સાત લાખ પ્લાન્ટ અને ફૂલોની મહેકથી આજે અમદાવાદનો રિવરફ્રન્ટ મહેંકી ઉઠ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફ્લાવર શૉને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રિબિન કાપીને લોકો માટે ખુલ્લો મૂક્યો.

અહીં કરણ, મોગરો, જૂઈ, ગુલાબ, ચંપા જેવા ગુજરાતમાં વધુ જોવા મળતા ફૂલોની સાથે જ દેશ-વિદેશના લોકપ્રિય ફૂલો પણ મૂકવામાં આવ્યા છે. ફૂલોથી બનાવેલી બાર્બી ડોલ, ફૂલોનું સી પ્લેન, ગાંધીજીના ફૂલોથી બનાવેલા ચશ્મા, મેટ્રો અને બુલેટ ટ્રેનની પ્રતિકૃતિએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. તો વર્ટીકલ અને ટેરેસ ગાર્ડન પદ્ધતિ અંગે પણ લોકો હોંશે-હોંશે માહિતી મેળવતા જોવા મળ્યાં.

જુઓ VIDEO:

અમદાવાદના એલિસબ્રિજથી સરદારબ્રિજ વચ્ચેના પટ્ટામાં દર વર્ષ કરતા બે ગણા એટલે કે 1.28 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજીત ફ્લાવર શો આગામી 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ ફ્લાવર શૉ માટે 10 રૂપિયાની એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે. ફ્લાવર શોને માણવા દર વર્ષે અમદાવાદ સહિત ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. ત્યારે મુખ્યપ્રધાને રાત્રે 10ના બદલે 11 વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રાખવા જણાવ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અમદાવાદમાં દર વર્ષે 10 દિવસ સુધી યોજાતો ફ્લાવર શો વાયબ્રન્ટ સમિટને પગલે ચાલુ વર્ષે 7 દિવસ માટે જ યોજાશે. આ ફ્લાવર શૉમાં પહેલા જ દિવસથી મુલાકાતીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. અંદાજે 15 લાખ લોકો તેની મુલાકાત લે તેવો અંદાજ છે.

જુઓ VIDEO:

ફ્લાવર શોમાં સેલ્ફી ક્રેઝી મુલાકાતીઓ માટે 3 સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરાયા છે.

તો 18 ફૂટ લાંબા ટેડીબિયરના સ્કલ્પચરે બાળકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે જે અન્ય તમામ ફૂલોના સ્કલ્પચર કરતા મોટું છે.

આ વખતે ખાસ ગ્રીન સ્પેસ ડોમ પણ તૈયાર કરાયો છે જેમાં વિદેશથી ઈમ્પોર્ટ કરાયેલા સાત અલગ-અલગ પ્રકારના રોપાનું ડિસ્પ્લે બનાવાયું છે.

આ વર્ષે ગાંધીજીની 150મી જન્મજ્યંતિના વર્ષને ધ્યાનમાં રાખી ગાંધીજીના ચશ્મા અને રેર 18 ફોટોવાળી વોલ પણ તૈયાર કરાઈ છે.

[yop_poll id=626]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article