
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે 22 મેથી 1 જૂન સુધી રાજ્યમાં સંભવિત વાવાઝોડાની આશંકા કરવામાં આવી છે. ત્યારે સલામતીના ભાગરુપે તમામ બોટો દરિયામાંથી પરત બોલાવાઈ છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
જામનગરના બેડી બંદરેથી લગભગ 400 બોટો પરત ફરી છે. રાજ્યના તમામ બંદરો પરથી માછીમારીની બોટો પરત બોલાવાઈ છે. માછીમારી પર અસ્થાયી પ્રતિબંધ લગાવાયો છે. નવા ટોકન ઇશ્યૂ પર પણ રોક લગાવાઈ છે. બોટો પરત ફરતા માછીમારોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. રાજ્યભરના બંદરો પરથી માછીમારો કિનારા પર પરત આવ્યા છે.
Fishing boats return from Bedi Port amid Cyclone Warning in Gujarat #CycloneAlert #Cyclone #GujaratUnseasonalRain #Weather #GujaratWeather #Gujarat #TV9Gujarati pic.twitter.com/LCJn0upSt9
— Tv9 Gujarati (@tv9gujarati) May 21, 2025
અરબી સમુદ્રમાં હવામાને નવું સ્વરૂપ ધારણ કર્યુ છે..હવામાન વિભાગનું કહેવું છે કે 21 મેની આસપાસ એટલે કે આજે એક ચક્રવાતી સિસ્ટમ બની શકે છે, જે 22 મે સુધીમાં લો-પ્રેશરમાં ફેરવાઈ શકે છે. આનો અર્થ એ કે ગુજરાતના દરિયાકાંઠે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં, ભારે વરસાદ અને તોફાની પવનનો સામનો કરવો પડી શકે છે. આનાથી ખેડૂતોના પાક, માછીમારોની રોજગારી અને બજારમાં ખરીદી-વેચાણ પર મોટી અસર થઈ શકે છે.
ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી માવઠાએ ખેડૂતોને પરેશાન કર્યા છે, અને હવે આ વાવાઝોડું તેમની ચિંતા વધારી શકે છે. બજારોમાં ખરીદી ઘટી શકે છે, અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જેનાથી માછીમારોમાં ચિંતા વધી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29થી વધારે તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વિસાવદરમાં 2.44 ઈંચ વરસાદ વરસ્યો છે. કોટડાસંગાણીમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના કુકાવાવમાં 1.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગોંડલમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો છે. કુલ 9 સ્થળોએ 1 થી વધુ ઈંચ વરસાદ પડ્યો છે.
Published On - 1:20 pm, Wed, 21 May 25