AHMEDABAD: હવે FIRE NOC રીન્યુ કરવા માટે ફાયર વિભાગ મોકલશે SMS, ટૂંક સમયમાં શરૂ થશે સુવિધા

|

Jul 05, 2021 | 6:47 PM

FIRE NOC In Ahmedabad : AMC ના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 21 દિવસમાં વિવિધ 3682 એકમોને નોટિસ અપાઈ. શહેરમાં વિવિધ શાળા, હોસ્પિટલો, કોમર્શિયલ બિલ્ડિંગ, હાઇરાઈઝ કોમર્શિયલ કમ રેસિડેન્ટ બિલ્ડીંગ, હાઇરાઈઝ રેસિડેન્સીયલ બિલ્ડીંગની ચકાસણી હાથ ધરી કાર્યવાહી કરી છે.

AHMEDABAD: હવે FIRE NOC રીન્યુ કરવા માટે ફાયર વિભાગ મોકલશે SMS, ટૂંક સમયમાં શરૂ થશે સુવિધા
AMC જલ્દી જ શરૂ કરશે SMS સુવિધા

Follow us on

AHMEDABAD:  શહેરમાં ફાયર NOC મામલે AMC એ કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 21 દિવસમાં 3682 એકમોને નોટિસ અપાઈ છે. ફાયર NOC નથી તેવા એકમોને નોટીસ આપ્યા બાદ AMC એ 4 જુલાઈના રોજ જે એકમોની ફાયર NOCની મુદ્દત પુરી થવાની છે તેવા 124 એકમોને ફાયર વિભાગે પત્ર લખીને જાણ કરી છે. હવે AMCનો ફાયર વિભાગ આ માટે  SMS સુવિધા પણ શરૂ કરશે.

ફાયર વિભાગની નવી ડેટાબેઝ સીસ્ટમ તૈયાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફાયર વિભાગ દ્વારા નવા ડેટાબેઝ આધારે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ વિભાગ પાસે હાલમાં 6 હજાર જેટલા એકમોના ડેટા એકત્ર થઈ ગયો છે. જે તમામને હાલમાં પત્ર લખી જાણ કરાશે.

સાથે સાથે આગામી દિવસમાં ફાયર બ્રિગેડ વિભાગ SMS સિસ્ટમ પણ શરૂ કરવાનું વિચારી રહી છે. જેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. જે રીતે મોબાઈલમાંવિવિધ એલર્ટના મેસેજ આવે છે, તેવી જ રીતે બિલ્ડીંગનું NOC રીન્યુ કરવાની તારીખ નજીક છે તેવા મેસેજ બિલ્ડીંગ, એકમ માલિકોને મોકલવામાં આવશે. જેથી સમયસર NOC રીન્યુ અને આવા એકમો સામે કોઈ કાર્યવાહી કરવાની ફરજ ન પડે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

21 દિવસમાં 3682 એકમોને નોટીસ અપાઈ
AMC ના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 21 દિવસમાં વિવિધ 3682 એકમોને નોટિસ અપાઈ. શહેરમાં વિવિધ શાળા, હોસ્પિટલો, કોમર્શિયલ બિલ્ડિંગ, હાઇરાઈઝ કોમર્શિયલ કમ રેસિડેન્ટ બિલ્ડીંગ, હાઇરાઈઝ રેસિડેન્સીયલ બિલ્ડીંગની ચકાસણી હાથ ધરી કાર્યવાહી કરી છે.

ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 6 હજાર એકમોનું લિસ્ટ તૈયાર કર્યું હતું. જેમાં હાલ સુધી કુલ 3682 ને નોટિસ અપાઈ છે. જેમાં 924 શાળાઓ, 250 હોસ્પિટલો, 297 કોમર્શિયલ અને 591 કોમર્શિયલ કમ રેસિડેન્ટ બિલ્ડીંગો, 1604 રેસિડેન્ટ બિલ્ડીંગો અને 16 મોલનો સમાવેશ થાય છે.

સુધારા ન થઇ શકે તેવી હોસ્પિટલને શરતો સાથે NOC
સરકાર દ્વારા જે હોસ્પિટલમાં સ્ટ્રક્ચરલ સુધારા ન થઈ શકે તેવાં એકમોને છૂટછાટ આપવામાં આવી છે. જોકે તેવા એકમો એટલે કે હોસ્પિટલે જરૂરી સાધનો વસાવવા પડશે ત્યાર બાદ જ NOC અપાશે. આવી તમામ હોસ્પિટલોએ સાધનો મેઇન્ટેઇન કરવાના રહેશે. જો જરૂર સમયે સાધનો નહિ ચાલે તો જવાબદાર જે તે એકમ રહેશે તેવું ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી એ ટકોર કરી છે.

આ પણ વાંચો : Monsoon Break : હવામાનની આ સ્થિતિને કારણે રાજ્યના વરસાદમાં 36 ટકાનો ઘટાડો થયો, જાણો શું છે મોનસુન બ્રેક

Published On - 6:46 pm, Mon, 5 July 21

Next Article