અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાજ્ય સરકાર આજે રાહત પેકેજની જાહેરાત કરશે. કેબિનેટની બેઠક બાદ આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરાશે. સરકારનું આ કૃષિ પેકેજ કેવુ હશે તેના પર નજર કરીએ તો, સરકાર પ્રતિ હેક્ટર 13 હજાર રુપિયા સહાય કરશે. વધુમાં વધુ બે હેક્ટર નુકસાનીમાં સહાય અપાશે. 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય અપાશે. માત્ર જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જીલ્લાના ખેડૂતોને સહાય મળશે. SDRF ના ધોરણ કરતા વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે. 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારે આ પેકેજને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ કૃષિ સહાય અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. કહ્યું છે કે, સરકારે જે સહાય જાહેર કરી છે, તે મેળવવા ખેડૂતોએ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે.
અતિવૃષ્ટિ સહાયના ધારાધોરણો
જિલ્લા કલેક્ટરે જાહેર કરેલા અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને સહાય મળશે.
33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય આપવામાં આવશે.
પ્રતિ હેક્ટર મહત્તમ રૂ. 13 હજારની સહાય અપાશે.
મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે.
SDRFના ધોરણો મુજબ બિન પિયત ખેતી માટે રૂ. 6,800 પ્રતિ હેક્ટર મળશે.
કોને મળશે સહાય ?
સંયુક્ત ખાતાધારકો પૈકી માત્ર એક ખાતાધારકને સહાય મળશે.
25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે.
ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે અરજી કરી શકાશે.
VCE અથવા VLE મારફતે અરજી કરી શકાશે.
ખેડૂતોને અરજી માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં.
રેવન્યુ લેન્ડ રેકોર્ડ મુજબ અરજદાર ખાતાધારક હોવો જરૂરી છે.
ખરીફ 2021 અંતર્ગત PFMS મારફતે ચૂકવણું કરાશે.
ત્યારે આ સહાય પર ખેડૂતોના સવાલો પણ ઉભા થાય છે. અને અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના અસરગ્રસ્તોને સહાય મળશે? ફક્ત ચાર જિલ્લાઓના ખેડૂતોને સહાય કેમ? અન્ય જિલ્લાઓના ખેડૂતોને સહાય મળશે કે નહી? અન્ય જિલ્લાઓના ખેડૂતોને કેવી રીતે મળશે રાહત ? અન્ય જિલ્લાઓ માટે શું રહેશે સહાય? સરકારના નિર્ણયથી અન્ય અસરગ્રસ્તોમાં વધશે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ખરાબ હવામાન વચ્ચે આજે અમિત શાહ લેશે ઉત્તરાખંડની મુલાકાત, આવતીકાલે કરશે હવાઈ સર્વેક્ષણ
આ પણ વાંચો: તહેવારોની સીઝનમાં 8 હજાર ST બસના પૈડા થંભી જશે, 35 હજાર કર્મચારીઓ જશે હડતાળ પર! જાણો વિગત