પતરાવાળા કાચા મકાનમાં રહેતા ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા બન્યા મંત્રી, જુઓ તેમના નિવાસસ્થાનનો વિડીયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:12 PM

કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળતા સમર્થકોમાં આનંદ છે. ભાજપના પાયાના કાર્યકર અને ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા કિર્તીસિંહને રાજ્યકક્ષાના મંત્રીનું પદ મળતા વિસ્તારમાં લોકો ઉલ્લાસમાં આવી ગયા છે.

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની આજે જાહેરાત કરવામાં આવી. જેમાં કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા પણ મંત્રી બન્યા કિર્તીસિંહ વાઘેલા ગરીબ ખેડૂત પરિવારમાંથી આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. કાંકરેજ માંથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આજે રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા અને કાચા પતરાવાળા મકાનમાં રહેતા કિર્તીસિંહ વાઘેલા રાજ્યકક્ષાના મંત્રી બનતા તેમના પરિવારમાં આનંદનો માહોલ છવાયો છે. માતા અને પત્નીએ કિર્તીસિંહ વાઘેલાને સરકાર દ્વારા પદ મળતા ખુશીની લાગણી વ્યક્ત કરીએ હતી.

કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળતા સમર્થકોમાં આનંદ છે. ભાજપના પાયાના કાર્યકર અને ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા કિર્તીસિંહને રાજ્યકક્ષાના મંત્રીનું પદ મળતા તેમના પરિવારમાં આનંદનો માહોલ છવાયો છે. ભાજપે પાયાના કાર્યકર કિર્તીસિંહ વાઘેલા ને રાજ્યકક્ષાના મંત્રી બનાવતા કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંકાયો છે. જણાવી દઈએ કે કિર્તીસિંહ વાઘેલાને પ્રાથમિક, માધ્યમિક અને અને પ્રૌઢ શિક્ષણની જવાબદારી આપવામાં આવી છે.

તેમની પત્નીએ કહ્યું કે, આજે મારા માટે ખૂબ ખુશીનો સમય છે. તો તેમની માતાએ કહ્યું કે મારો પુત્ર મંત્રી બનતા આનંદની લાગણી અનુભવું છું. કિર્તીસિંહ વાઘેલા સામાન્ય પરિવારમાંથી આવે છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપના એક પાયાના કાર્યકર તરીકે કાંકરેજ બનાસકાંઠા વિસ્તારમાં કામગીરી કરી છે. ખેડૂતોના પ્રશ્નો મામલે હંમેશા અગ્રેસર રહી પક્ષને મજબૂત કરવા માટે કામગીરી કરતા કિર્તીસિંહ વાઘેલા ને આજે ભાજપે મંત્રીપદ આપતા એક ગરીબ પરિવારના સભ્ય ગુજરાત સરકારના મંત્રી બન્યા છે.

 

આ પણ વાંચો: નવરચિત મંત્રીમંડળના કોણ છે આ 14 રાજ્યકક્ષાના મંત્રીઓ? જાણો તેમના વિશે વિગતમાં

આ પણ વાંચો: રાજ્યના નવરચિત મંત્રીમંડળના 10 કેબિનેટ મંત્રીઓના અભ્યાસ, વ્યવસાય અને રાજકીય સફર

g clip-path="url(#clip0_868_265)">