Feel Good માટે ખોટું હાસ્ય પણ ચાલશે, સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડે છે હાસ્ય

|

Jan 24, 2021 | 9:25 AM

ખોટૂ સ્મિત પણ ફીલ ગુડ કરાવશે. આવું જ કઈક યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલીયાનું નવું રિસર્ચ કહી રહ્યું છે.

Feel Good માટે ખોટું હાસ્ય પણ ચાલશે, સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડે છે હાસ્ય
ખોટું તો ખોટું પણ હસો ખરા

Follow us on

જો તમે ઉદાસ છો તો હવે બસ તમારે તમારા ચેહરા પર એક સ્મિત રેલાવાનું છે. અને જો આ સ્મિત કદાચ ખોટું હશે તો પણ ચાલશે અને તમને આ ખોટૂ સ્મિત પણ ફીલ ગુડ કરાવશે. આવું જ કઈક યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલીયાનું નવું રિસર્ચ કહી રહ્યું છે.

શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે જાણવા મળ્યું છે કે હસવાની તકને હળવાશથી ના લેવી જોઈએ. માણસ કોઈ પણ પ્રકારે હસે અથવા તો ચહેરા પર ખુશીનો ભાવ લઈ આવે ત્યારે ચહેરાને ઘણી મહેનત થતી હોય છે અને આ બંને બાબતોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ Researchના પરિણામ તાજેતરની જર્નલ એક્સપરિમેન્ટલ સાઇકોલૉજીના અંકમાં પ્રકાશિત થયા હતા.

Laughter

ભાવનાઓનું કેન્દ્ર સક્રિય થાય છે
પરિણામના મુખ્ય શોધકર્તા ડો.ફરનાન્ડોએ જણાવ્યું કે હસવાથી ગાલની તમામ માશપેશીઓ હરકતમાં આવી જાય છે. જે મસ્તિષ્કના ‘એમિગડાલા”ભાગને સક્રિય કરે છે જેને ભાવનાઓનું કેન્દ્ર કહેવામાં આવે છે. એમીગડાલા ઉચ્ચ માત્રમાં સેરોટોનિન, એન્ડોર્ફિન્સ અને ડોપામાઇન જેવા ‘Feel Good’ હોર્મોન્સનનો સ્ત્રાવ કરવા લાગે છે. આનાથી પીડા અને તાણની અનુભૂતિ જ ઓછી થાય છે, પણ જીવનમાં સંતોષની ભાવના પણ સર્જાય છે. હાસ્ય વધતી ઉમરના નિશાન છુપાવવામાં પણ મદદ કરે છે. હાજર લોકો વ્યક્તિની ઉંમરનો ઓછો અંદાજ આપે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઘટાડે છે સ્ટ્રેસ હોર્મોનનું ઉત્પાદન

ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે નવો અભ્યાસ તાણ સંચાલન અને હતાશાના ઉપચારમાં ‘સ્માઇલ થેરાપી’ ની ઉપયોગિતા મહત્વની ભૂમિકા ભજવે છે. બળજબરીથી હસ્યા પછી પણ મગજને લાગે છે કે બધુ બરાબર છે. આ સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું ઉત્પાદન ધીમું કરે છે. અભ્યાસ દરમિયાન ભાગ લેનારાઓને દાંત વચ્ચે પેન એવી રીતે દબાવવા સૂચના આપવામાં આવી હતી કે હોઠ પેનને સ્પર્શ ન કરે. આનાથી ગાલના સ્નાયુઓ સક્રિય થઈ. આ કસરત પછી લોકોને “Feel Good”ની અનુભૂતિ થઈ હતી. ત્યારબાદ તેઓ દરેક કામમાં સકારાત્મક પહેલુંઓ પર ધ્યાન કેન્દ્રિત કરતાં જોવા મળ્યા હતા.

 

Published On - 9:22 am, Sun, 24 January 21

Next Article