WELSPUN કંપની દ્વારા 400 કર્મચારીઓની સામુહિક બદલી સામે કર્મચારીઓના પરિવારજનોએ કંપની ગેટ સામે વિરોધ પ્રદર્શન કર્યું

|

Jul 07, 2021 | 6:06 PM

૪૦૦ કર્મચારીઓ ઉપર નિર્ભર 2000 થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાઈ જવાની રજુઆત સાથે કર્મચારીઓના પરિવારજનો કંપની ગેટ બહાર વિરોધપ્રદર્શન સાથે ધામા નાખતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

WELSPUN કંપની દ્વારા 400 કર્મચારીઓની સામુહિક બદલી સામે કર્મચારીઓના પરિવારજનોએ કંપની ગેટ સામે વિરોધ પ્રદર્શન કર્યું
WELPUN કંપની બહાર કર્મચારીઓના પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Follow us on

દહેજ સ્થિત WELSPUN કંપનીએ 400 જેટલા કામદારોની બદલી કરી પ્લાન્ટને બંધ કરી દેવાની ગતિવિધિઓનો મામલો વધુ પેચીદો બનતો જાય છે.૪૦૦ કર્મચારીઓ ઉપર નિર્ભર 2000 થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાઈ જવાની રજુઆત સાથે કર્મચારીઓના પરિવારજનો કંપની ગેટ બહાર વિરોધપ્રદર્શન સાથે ધામા નાખતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

૧૬ વર્ષીય પલક દેશમુખ આજે પિતાની નોકરી બચાવવા WELSPUN કંપનીના ગેટ ઉપર આવી પહોંચી હતી. TV9 સાથેની વાતચીતમાં આ બાળકીએ જણાવ્યું હતું કે તેના પિતા ૨૨ વર્ષથી કંપનીમાં  નોકરી કરતા હતા. ટ્રાન્સફરના લેટર પછી ડિપ્રેશનમાં આવી ગયા છે. મારે ડોક્ટર બનવું છે પણ પિતા હવે કહે છે કે હું ખાનગી સ્કૂલમાં ભણાવી શકું નથી. મારા સ્વપ્નોનું શું થશે??? એકસાથે બે પેઢી નું ભાવિ અંધકારમાં ધકેલાઈ રહ્યું છે.

કંપનીએ 20 દિવસ અગાઉ સામુહિક બદલી કરી કામદારોની પરોક્ષરીતે છટણી કરી નાખી હોવાના કર્મચારીઓ દ્વારા આક્ષેપ થઇ રહ્યા છે. બદલીના આદેશો બાદ કર્મચારીઓ નોકરી બચાવવા ૨૦ દિવસથી વલખા મારી રહ્યા છે પરંતુ તેમની વાત સાંભળવા કંપનીમાં મેનેજમેન્ટનું કોઈ વ્યક્તિ કે અધિકારી હાજર રહેતું નથી.

કર્મચારીના પત્ની લક્ષ્મી ગોહિલએ કહ્યું હતું કે કોરોનાકાળમાં ૧૦૦ ટકા હાજરી સાથે કંપનીએ  કામ લીધું હતું હવે બંધ કરવા માંગે છે . તેમના પતિ વર્ષોથી કંપનીમાં કામ કરે છે. કર્મચારીઓનો એટલો પગાર નથી કે બીજે સ્થાયી થઇ શકે. સ્થાનિક કંપની શરૂ કરવી જોઈએ.

કર્મચારીઓની સામુહિક બદલીઓના મામલે કંપની મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બીજી તરફ કર્મચારીઓ પણ હકની લડાઈ માટે નમતું મુકવા તૈયાર નથી. રોજગારી બચાવવા વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી ચુક્યા છે.

 

Next Article