આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા (Board Examination)નો પ્રારંભ થઈ ગયો છે. બોર્ડના વિદ્યાર્થીઓનો (Students) ઉત્સાહ વધારવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Waghani) દરેક વિદ્યાર્થીઓને પત્ર પણ લખ્યા છે. બંનેએ બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી છે. તો શિક્ષણ પ્રધાન જીતુ વાઘણી શિક્ષણ બોર્ડમાં પહોંચ્યા હતા અને કન્ટ્રોલ રૂમથી સમગ્ર રાજ્યના પરીક્ષા સેન્ટરની વર્તમાન પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સેન્ટર ની પરિસ્થિતિ અંગે જાણકારી પણ મેળવી હતી.
કોરોનાને લીધે ગત વર્ષે બોર્ડ પરીક્ષા રદ થયા બાદ 2020 પછી બે વર્ષે રાજ્યમાં બોર્ડ પરીક્ષા થઈ રહી છે અને આ વષે ૩ લાખથી વધુ પરીક્ષાર્થી ઘટાડા સાથે રાજ્યમાં 14.98 લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. રાજ્યના 137 ઝોનમાં 1625 કેન્દ્રોમાં પરીક્ષા લેવાઇ રહી છે. ત્યારે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ધોરણ 10 અને 12ની પરીક્ષા સંદર્ભે વ્યવસ્થાવી સમીક્ષા કરી હતી. બોર્ડ દ્વારા કરવામાં આવતા મોનિટરીંગની વિગતો પણ મેળવી હતી.
ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની વ્યવસ્થા છે અને સાથે દરેક કેન્દ્રમાં સીસીટીવી રેકોર્ડિંગનું સુપરવિઝન પણ કરવામા આવશે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર જિલ્લા લેવલે સ્કવોર્ડ મોકલાશે. દરેક જિલ્લામાં કલેકટર દ્વારા વર્ગ 1-2ના અધિકારીઓને પરીક્ષા સ્થળનું મોનિટરિંગ સોંપવામા આવ્યુ છે. ધોરણ 10ની પરીક્ષા રાજયના 81 ઝોનમાં 958 કેન્દ્રોમાં 3182 બિલ્ડિંગના 33321 બ્લોકમાં લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષા રાજ્યના 56 ઝોનમાં 667 કેન્દ્રોમા 1912 બિલ્ડીંગમાં 19026 બ્લોકમાં લેવાશે. આ વર્ષ ધોરણ 10માં દોઢ લાખ જેટલા વિદ્યાર્થી ઘટતા 9.64,529 વિદ્યાર્થી નોંધાયા છે.
ધોરણ 10ની પરીક્ષા સવારે 10થી બપોરના 13:15 સુધી લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ૪,૨૫,૮૪૩ વિદ્યાર્થી નોંધાયા છે અને કેટલાક વિષયોની પરીક્ષા સવેરા 10: 30 થઈ 1:45 તેમજ મોટા ભાગના વિષયોની પરીક્ષા બપોરના ૩થી સાંજના 6:15 સુધી છે. ધો.12 સાયન્સમાં 1,08,067 વિદ્યાર્થીઓ છે. 12 સાયન્સની પરીક્ષા બપોરના 3થી સાંજના 6:30 સુધી લેવાશે. બોર્ડ પરીક્ષા 12 એપ્રિલ સુધી ચાલશે. રાજ્યમાં અમદાવાદ સહિતના મુખ્ય ચાર શહેરના સેન્ટ્રલ જેલ કેન્દ્રો ખાતેથી પણ ધો. 10-12ની પરીક્ષા જેલના કેદીઓ આપશે અને 122 કેદીઓ પરીક્ષા માટે નોંધાયા છે.મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રશ્નપત્ર મોનિટરિંગ કામગીરી થશે
આ પણ વાંચો-
આ પણ વાંચો-